અક્ષય કુમારે બેહોશ થઇ ગયેલા એક પરફોર્મરની મદદ કરી

અક્ષય કુમારે પોતાની આવનારી ફિલ્મ ‘હાઉસફુલ ૪’નું પ્રમોશન શરૂ કરી દીધું છે. આજ કારણે તે એક રિયાલિટી શોમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતે અંગત જીવનમાં પણ ‘ખેલાડી’ હોવાનું પૂરવાર કર્યું હતું.

વાસ્તવમાં તે આ શોના સેટ પર પહોંચ્યો ત્યારે એક વ્યક્તિ સ્ટંટ પરફોર્મ કરીર હ્યો હતો. આમ કરતાં કરતાં તે બેભાન થઇ ગયો. અક્ષય આ જોઇને તેને બચાવવા માટે તેમજ તેની મદદે તરત જ ત્યાં દોડી ગયો હતો. સેટ પર ક્રુ આવે તે પહેલાં તો અક્ષય તેની મદદ કરવા લાગ્યો હતો. અક્ષયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આ વિડિયોમાં જોવા મળે છે કે, ગ્લાસ ટેન્ક પર પરફોર્મ કરતો એક યુવાન બેભાન થઇ જાય છે અન ેઅક્ષય તેની સહાયે દોડે છે. આ બાદ ક્રુ મેમ્બર્સ સાથે પણ અક્ષય વાત કરતો જોવા મળે છે.

અક્ષયની કારકિર્દીની વાત કરીએ તો તે એક પછી એક ફિલ્મો સાઇન કરતો જાય છે. તે બોક્સ ઓફિસની ટંકશાળ બની ગયો છે. ‘હાઉસફુલ ૪’માં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ક્રિતિ સેનોન, પૂજા હેગડે, કીર્તિ ખરબંદા, રાણા દગ્ગુબાતી, પરેશ રાવળ તેમજ અન્યો કામ કરી રહ્યા છે.