અભદ્ર સીન આપી વાનમાં જઈ કલાકો સુધી રડતી, દીકરીએ માતાના કિસિંગ સીન જોઈને કહ્યું- કે…

કસૌટી ઝિંદગી કીમાં પ્રેરણા બનીને ઘર ઘરમાં સંસ્કારી વહુ તરીકે ઈમેજ ઉભી કરનારી શ્વેતા તિવારી પહેલી વખત પોતાના રોલમાં કંઈક નવો પ્રયોગ કરવા જઈ રહી છે. બે દાયકા સુધી ટેલિવિઝનની દુનિયામાં રાજ કરનારી અભિનેત્રી શ્વેતા તિવારી વિશે હાલમાં જ એક મોટો ખુલાસો થયો છે. હવે આ અભિનેત્રીએ ડિઝીટલ પ્લેટફોર્મમાં ફાઈનવી ડેબ્યૂ કરી જ લીધું.

 

એવું બન્યું કે શ્વેતાએ પહેલી વખત કિસ કરી છે અને એ પણ ધડાધડ ઘણી બધી. આ સિરીઝનું નામ હમ તુમ એન્ડ ધેમ છે. એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, મેં આ ટ્રેલર મારી દિકરી પલકને બતાવ્યું હતું તો તેણે તેની પ્રતિક્રિયા આપી હતી. શ્વેતાએ કહ્યું કે, જ્યારે પ્રોમો લાઈવ થયો તો થોડીવાર માટે તો હું ડઘાઈ ગઈ હતી. મેં મેકર્સને બોલાવ્યા અને પૂછ્યું કે આ શું છે? મને ટ્રેલર પસંદ નથી આવ્યું. શ્વેતાએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, હું આ ટ્રેલર મારી માતા, પરિવાર અને મિત્રો સાથે કેવી રીતે જોઈશ? જે પછી મેં મારી દીકરીને આ ટ્રેલર મોકલ્યું અને પલકે કહ્યું કે, વાહ મા, ટ્રેલર તો ખૂબ જ શાનદાર છે. પછી મેકર્સને મે સોરી કહ્યું અને માફી માગી.