અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અને અભિનેત્રી રિયા ચક્રવર્તીએ આ વર્ષની શરૂઆતમાં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોય તેમ જણાય રહ્યું છે. બંનેએ એકબીજા સાથે પબ્લિક અપિયરન્સ મે મહિનાની શરૂઆતમાં શરૂ કર્યું હતું. બંને લેહ લદ્દાખની ટ્રિપ પર પોતાના મિત્રો સાથે ગયા હતા. સુશાંત અને રિયા આવતા વર્ષે લગ્ન કરશે એવી ચર્ચાએ જોર પકડયું છે. સુશાંતે રિયા સાથેના પોતાના રિલેશનશિપને ગોપનીય રાખી છે. બંનેએ એકબીજાને પોતાના સારા મિત્રો ગણાવ્યા છે. બંનેના લગ્ન વિશે સુશાંત અને રિયા બંને સિતારાઓએ ચુપકીદી સેવી છે.
