અભિનેત્રીની દિવાળી તો સોંસરવી નીકળવાની હતી, દીવાના કારણે લહેંગો સળગ્યો અને પછી…

દિવાળી પાર્ટીના દિવસે ટીવી અભિનેત્રી નિયા શર્મા મોટા અકસ્માતનો શિકાર બનતા બનતા બચી ગઈ. નિયાના લહેંગામાં દીવાના લીધે આગ લાગી હતી. લહેંગાના અંદરની કૈન સીટ તો બળી પણ ગઈ અને એની તસવીરો અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે.

નિયાને એ વાતની ખાતરી નથી થઈ રહી કે તે આટલા મોટા અકસ્માતથી બચી ગઈ. નિયાએ દાઝેલા લહેંગાની તસવીર સાથે કેપ્શનમાં લખ્યું કે- “દીવાની શક્તિ. સેકન્ડમાં લાગી આગ. મારા આઉટફીટના લાગેલા લેયર્સનાં લીધે હું બચી ગઈ. અથવા તો કોઈ એવી શક્તિ હશે કે જેણે મને બચાવી લીધી.

નિયા શર્મા દિવાળી પાર્ટીમાં સુંદર રૂપેરી લહેંગામાં જોવા મળી હતી. તેમનો લહેંગો મિરર વર્કથી ડિઝાઈન કરવામાં આવ્યો હતો. દિવાળીની પાર્ટીમાં નિયા એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.

નિયા શર્માના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે પ્રથમ વખત કોઈ અલૌકિક શોમાં કામ કરશે. નિયા એકતા કપૂરના સુપરહિટ શો નાગિન 4માં જોવા મળવાની છે. ક્રિસ્ટલ ડિસોઝા પણ સિરિયલમાં નિયા શર્માની સાથે નાગિનનો રોલ કરવાની છે. બંને અભિનેત્રીઓએ ‘એક હજારો મેં મેરી બહના હૈ’ સિરિયલમાં કામ કર્યું છે. નિયા અને ક્રિસ્ટલને ફરી વાર એક સાથે જોવા માટે ફેન્સમાં ઉત્સાહ છે.