અભિનેત્રીની બહેનના નિશાને કરણ જોહર, ગણાવ્યો સલમાન ખાનનો..

બોલિવૂડ હિરોઈન કંગના રાણાવતની બહેન રંગોલી ચંદેલ પણ પોતાનાં બેબાક અંદાજ માટે જાણીતી છે. રંગોલી બોલિવૂડ અને રાજનિતીનાં સમાચારો પર કોમેન્ટ કરતી જોવા મળે છે. રંગોલી બોલિવૂડમાં ચાલી રહેલા પરિવારવાદ પર જોરદાર અવાજ ઉઠાવવામાં બધાની આગળ રહે છે. એ જ રીતે આ વખતે સલમાન પર કંગનાની બહેને કોમેન્ટ કરી છે એમાં કરણ જોહરને પણ આવરી લીધો છે ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ભારત ફિલ્મ પણ આજે જ રિલિઝ થઈ છે અને ફેન્સે વખોડી કાઢી છે. એવામાં રંગોલી ચંદેલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચાપલુસી પર કોનેમ્ટ કરી છે. તેણે લખ્યું કે, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સલમાન ખાનની ચાપલુસી પર નમેલી છે. તેમજ કરણ જોહર આ ચાપલુસી ગૃપને લીડ કરી રહ્યો છે. અમારે પણ શીખવું છે યાર. પાછળથી સળી કરવાનુ અને આગળથી ચાપલુસી કરવાનું કેવી રીતે કરી શકાય.