અભિનેત્રી ઉર્વશી રાઉતેલાના આ PHOTOએ લગાવી લગાવી આગ, જુઓ દિકલસ અદાઓ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાંસર ઉર્વશી રાઉત્તેલા હાલ તેની આવનારી ફિલ્મ પાગલપંતીને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ સામે આવેલુ ‘બોજલી કે તાર’ ગીત લોકોને ખુબ જ પસંદ પડ્યું હતું. તો આગામી 22મી નવેમ્બરે ફિલ્મ પાગલપંતી રૂપેરી પડદે રિલિઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલિઝ પહેલા ઉર્વશીએ જબરજસ્ત ફોટોશૂટ કરાવ્યું છે. આ ઉપરાંત પણ સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ફોટાના કારણે તેના ચાહકોમાં તેની દિવાનગી છવાઈ છે. ફોટોશૂટમાં તો ઉર્વશીએ બાથટબમાં પણ પોઝ આપ્યો હતો.