અમદાવાદની જાણીતી હોટલમાં બોલિવૂડ અભિનેત્રીના ભોજનમાં મળી ઇયળો, જુઓ Video

હિન્દી અને સાઉથ ફિલ્મોમાં એક્ટિંગ કરતી અભિનેત્રી મીરા ચોપરા હાલ એક વીડિયોના કારણથી ચર્ચામાં આવી ગઇ છે. આ વીડિયો મીરાએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જે થોડીક મિનિટોમાં જ વાયરલ થઇ ગયો છે. ખાસ વાત એ છે કે આ વીડિયો દ્વારા મીરા લગ્ઝરી હોટલમાં મળતા ખાવાની પોલ ખોલી રહી છે. આ વીડિયોમાં મીરા બ્રેકફાસ્ટ બતાવી રહી છે જેમા ઇયળ ફરતી નજરે પડી રહી છે.

આ વીડિયો મીરા ચોપરાએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા મીરાએ ફરિયાદ કરી છે. વીડિયોમાં પ્લેટમાં ખાવાની વસ્તુ રાખી છે. જેની આસપાસ ઇયળો ફરી રહી છે. વીડિયોમાં મીરા કહી રહી છે આ સમયે ડબલ ટ્રી હેલ્ટન હોટલ, અમદાવાદમાં છું, મેં બ્રેકફાસ્ટ મંગાવ્યો. ખાવાની સાથે મને ઇયળો પણ મળી છે.

મીરા આગળ કહી રહી છે અમે આટલી મોંઘી હોટલમાં રહીએ છીએ અને ખાવાનું મંગાવીએ છીએ અને ઇયળો મળી રહી છે. હું આ હોટલમાં એક અઠવાડિયાથી રહી રહ્યું છું. જ્યારથી આ હોટલમાં આવી છું ત્યારથી બીમાર છું. હવે મને તેની પાછળનું કારણ ખબર પડી ગયું છે. મીરાના આ વીડિયો પર યુજર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કડક પગલા લેવાની માંગ કરી રહ્યા છે. આ પહેલો મામલો નથી જ્યારે કોઇ ફિલ્મી સ્ટારે આવી ફરિયાદ સોશિયલ મીડિયા પર કરી છે.

થોડાક દિવસ પહેલા સિનેમા જગતના જાણીતા અભિનેતા રાહુલ બોસ પણ આ પ્રકારના મામલાના કારણથી ચર્ચામાં આવ્યા હતા. રાહુલે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમણે 2 કેળાના માત્ર 442 રૂપિયા ચૂકવ્યા છે. મામલો એટલો વધી ગયો કે હોટલ ચંડીગઢના JW Marriott પર સરકારી વિભાગ તરફથી 25 હજારનો દંડ લગાવવામાં આવ્યો હતો. રાહુલ બોસના વીડિયો બાદ યુજર્સે હોટલને ટ્રોલ કરી હતી.

મીરા ચોપરાની વાત કરીએ તો તેણે વર્ષ 2005માં તમિલ ફિલ્મ Anbe Aaruyireથી તેના કરિયરની શરૂઆત કરી હતી. હિન્દી સિનેમા જગતમાં મીરાની પહેલી ફિલ્મ વર્ષ 2014માં આવી. આ ફિલ્મનું નામ ગેંગ ઑફ ઘોસ્ટ હતું તે બાદ 1920 લંડન અને કરણ જોહરની ફિલ્મ કલંકમાં પણ જોવા મળી. મીરા જલદી સેક્શન 375 ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મમાં મીરા સિવાય અક્ષય ખન્ના અને ઋચા ચડ્ઢા છે.