અમિત સાધનું ગર્લફ્રેન્ડ એનાબેલ ડિસિલ્વા સાથે બ્રેકઅપ થયું

અભિનેતા અમિત સાધે પોતાની ગર્લફ્રેન્ડ એનાબેલ ડિસિલ્વા સાથે બ્રેકઅપ કર્યુ છે અને બંનેના રસ્તા હવે અલગ અલગ થઇ ગયા છે. અમિત અને એના લગભગ એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહયા હતા. આ બંનેનો રોમાં બી-ટાઉનમાં ચર્ચાનો વિષય હતો. બંનેએ એકબીજા સાથેની પોતાની કેટલીક રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરતા હતા. બંનેએ પારસ્પરિક સમજૂતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બંને હવે માત્ર એકબીજાના મિત્ર બનીને રહેવા માંગે છે. વર્ષ ૨૦૧૮માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ.અમિત સાથે એનાબેલ નૈનીતાલ, મનાલી રોડ ટ્રીપ પર અને લંડનમાં પણ વેકેશન માણવા ગઇ હતી.