અમેઝોન એ કર્યો ખુલાસો, 36 જ કલાક માં 750 કરોડ ના તો માત્ર સ્માર્ટ ફોન નું જ વેચાણ કર્યું…

દેશમાં આગામી થોડા દિવસોમાં તહેવારની સીઝન શરૂ થવાની છે. ત્યારે આ પહેલા ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર સેલની ધમાકેદાર સીઝન શરૂ થઈ છે. જેની લોકો ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. આ દરમિયાન Amazon India એ એક ચોંકાવનારો દાવો કર્યો છે.

 

 

મીડિયા રિપોર્ટ મુજબ Amazon India એ દાવો કર્યો છે. આ વખતે સેલની સૌથી મોટી ઓપનિંગ થઈ છે. કંપનીએ દાવો કર્યો છે કે માત્ર 36 કલાકમાં 750 કરોડ રૂપિયાના સ્માર્ટફોન્સનું વેચાણ થયું છે. રિપોર્ટ પ્રમાણે Amazon India એ કહ્યું કે 750 કરોડ રૂપિયાના જે સ્માર્ટફોન વેચાયા છે તે પ્રીમિયમ સેગ્મેન્ટના છે. એમેઝોન ઇન્ડિયા સિવાય ફ્લિપકાર્ટે પણ કહ્યું છે કે Big Billion Days ની શરૂઆત પહેલા કરતા આ વખતે શાનદાર થઈ છે. જોકે આ કંપનીઓને પહેલા દિવસે કુલ કેટલી કમાણી થઈ છે તે વિશે હાલ કોઈ માહિતી આપી નથી.

 

 

એક મીડિયા એજન્સીના જણાવ્યા મુજબ એમેઝોન ગ્લોબલના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ઇન્ડિયા હેડ અમિત અગ્રવાલે કહ્યું કે,‘આ વખતે એમેઝોન પ્રાઇમ માટે એક દિવસમાં સૌથી વધુ લોકોએ સાઇન અપ કર્યું છે અને કસ્ટમર એન્ડ રિટેલર પાર્ટિસિપેશન પણ શાનદાર રહ્યું છે. એમેઝોન ઇન્ડિયા માટે આ સૌથી મોટી ઓપનિંગ રહી છે.’ ઉપરાંત કંપનીએ કહ્યું કે 91 ટકા નવા કસ્ટમર્સ ટિયર 1 અને ટિયર 2 શહેરોના છે. આ કસ્ટમર્સ માટે ફેશન અને સ્માર્ટફોન્સ કેટેગરી ટોપ પર રહી છે. એટલે કે સૌથી વધુ લોકોએ આ કેટેગરીના પ્રોડક્ટસની ખરીદદારી કરી રહ્યા છે. સ્માર્ટફોનની વાત કરીએ તો શરૂઆતી દિવસમાં OnePlus, Samsung અને Apple ના સ્માર્ટફોન વધુ વેંચાયા છે અને માત્ર 36 કલાકમાં કંપનીના પ્રીમિયમ સેગ્મેન્ટમાં સ્માર્ટફોન્સથી 750 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો.