અલર્ટ / 1 ડિસેમ્બરથી સેમસંગ અને રોકુના કેટલાક ડિવાઇસમાં નેટફ્લિક્સ નહીં જોઈ શકાય

પ્રચલિત વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની સર્વિસ સેમસંગ અને રોકુના કેટલાક ડિવાઇસ પર આગામી 1 ડિસેમ્બરથી બંધ થઇ જશે. આ ડિવાઇસમાં કેટલીક ટેક્નિકલ ખામીઓને કારણે તેનાં પર સર્વિસ બંધ કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વર્ષ 2010થી 2011માં બનેલાં ‘C’ અને ‘D’ મોડલ નંબરવાળા સ્માર્ટ ટીવીના યુઝર નેટફ્લિક્સની સર્વિસનો લાભ નહીં ઊઠાવી શકે. આ ડિવાઇસમાં ઈન-બિલ્ટ નેટફ્લિક્સ એપ 1 ડિસેમ્બરથી નિષ્ક્રિય થઈ જશે. આ સાથે જ રોકુ કંપનીના રોકુ 200C, રોકુ 2050 X, રોકુ 2100 X, રોકુ HD, રોકુ SD, રોકુ XD અને રોકુ XRમા નેટફ્લિક્સ સપોર્ટ નહીં કરે.

સેમસંગના આ સ્માર્ટ ટીવીમાં ઈન બિલ્ટ નેટફ્લિક્સ એપ કામ નહીં કરે પરંતુ એમેઝોન ફાયર ટીવી સ્ટિક, એપલ ટીવી, સોની પ્લેસ્ટેશન જેવાં એક્સટર્નલ ડિવાઇસની મદદથી આ મોડેલમાં નેટફ્લિક્સ જોઈ શકાશે.