આંતકવાદી આફ્રિકાના નીઝરમાં મિલિટરી બેઝ પર આતંકવાદીઓનો હુમલો કર્યો, કેટલા સૈનિકોનું મોત થયું …

પશ્વિમ આફ્રિકાના નીઝર દેશમાં મિલિટરી બેઝ પર આતંકવાદીઓનો હુમલો કર્યો હતો જેના લીધે 71 સૈનિકોનું મોત અને 12 ઘાયલ થયા છે. બુધવારે આ માહિતી રક્ષામંત્રી ઇસોફુ કટામ્બેએ આપી હતી. આ ઘટના મંગળવારે બની હતી જ્યારે હથિયારધારી આતંકવાદીઓએ ઘેરો નાખીને ઇનેટ્સ નામના સ્થળે સ્થિત એક મિલિટરી પોસ્ટ પર હુમલો કર્યો.

રક્ષામંત્રી કટામ્બે પ્રમાણે બપોરે ત્રણથી છ વાગ્યા સુધી ફાયરિંગ ચાલતુ રહ્યું અને મોટી સંખ્યામાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. હજુસુધી આ હુમલાની જવાબદારી કોઇએ સ્વીકારી નથી નીઝર આર્મી પર થયેલા સૌથી મોટા હુમલા પૈકીનો આ એક હુમલો માનવામાં આવે છે. રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલ પ્રમાણે રાષ્ટ્રપતિ મોહમ્મદુ ઇસોફુ આ ઘટના બની ત્યાર ઈજિપ્તમાં હતા જેમણે પ્રવાસ રદ્દ કરી દીધો હતો.