આઈટમ ગર્લ નોરા ફતેહી લીડ રોલમાં દેખાશે

નોરા ફત્તેહીને જેકપોટ લાગ્યો છે. કેનેડામાં જન્મેલી અને ઉછરેલી આ અદાકારાને સ્ટ્રીટ ડાન્સર થ્રી ડી નામની ફિલ્મમાં લીડ રોલ મળ્યો છે. વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર એના સહ-કલાકાર હશે.

 

 

હાલમાં રિલીઝ થયેલી બાટલા હાઉસમાં નોરાએ આઈટમ સોંગ કર્યું હતું. નોરા મલયાલી અને તમિલ ભાષાની ફિલ્મોમાં હીરોઈન બની છે. પણ બોલીવૂડમાં એ મુખ્યત્વે આઈટમ સોંગ માટે જાણીતી છે.

 

 

નોરા આ યોજનામાટે ઉત્સાહિત છે. એણે કહ્યું કે એ લાંબા સમયથી આવી રોમાંચક ભૂમિકાની તલાશમાં હતી. આ ફિલ્મ દ્વારા એથી નૃત્યકળાનો ખરો પરચો દર્શકોને મળશે. રેમો ડિસોઝા આ ફિલ્મના ડિરેકટર હશે.

 

 

જે ડાન્સ ઉપરાંત લાગણીઓને પણ પડદા પર જીવંત કરશે. શ્રદ્ધા અને વરૂણ એના મિત્રો છે. જેથી કામ કરવાની મજા બેવડાશે એમ નોરાએ ઉમેર્યું હતું.