આખરે સામે આવ્યા રાખી સાવંતના પતિ, જણાવ્યું કેમ દૂર ભાગે છે મીડિયાથી

કૉન્ટ્રોવર્સી ક્વીન તરીકે ઓળખાતી એક્ટ્રેસ રાખી સાવંતના પતિ વિશે ગયા મહિનામાં મીડિયામાં બહુ વાતો ચાલી. રાખીને સૌથી દુલ્હનના વેશમાં, સિંદૂર સાથે અને ચૂડા સાથે પણ જોઇ, પરંતુ સૌના મનમાં એકજ સવાલ હતો કે, આખરે રાખીનો પતિ કોણ છે? રાખીનો પતિ ખરેખર છે કે પછી રાખી સૌને ઉલ્લુ બનાવે છે? છેવટે હવે આ સવાલનો જવાબ મળ્યો.

સ્પોરબૉય દ્વારા સોમવારે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે, તેમણે રાખી સાવંતના પતિ સાથે વાત કરી છે, તેમણે એમ પણ જણાવ્યું છે કે, તેમણે રાખીના પતિ રિતેશ સાથે શું વાતચીત કરી છે.

જે રીરે રાખી દાવો કરે છે કે તેના પતિ એક બિઝનેસમેન છે, એજ રીતે સ્પોટબૉયના રિપોર્ટમાં પણ રિતેશને એક બિઝનેસમેન જ કહેવામાં આવ્યો છે. રાખીનો પતિ અત્યારે લંડનમાં છે અને તે આઈટી સેક્ટરમાં એક બિઝનેસમેન છે.

રિતેશે જણાવ્યું છે કે, તે એક સીધો-સાદો માણસ છે, સવારે 9 વાગે ઓફિસ જાય છે અને સાંજે 6 વાગે ઘરે આવે છે. તે જાણે છે કે રાખીએ લગ્નની જાહેરાત કરી ત્યારથી ઘણા લોકો એમ માને છે કે, તે અસ્તિત્વમાં જ નથી.

વધુમાં રાખીના પતિએ જણાવ્યું છે, તેમનું લગ્ન જીવન બહુ સારું ચાલી રહ્યું છે, રાખી કેમેરા આગળ એક અલગ વ્યક્તિ છે, પરંતુ દિલથી તે ખૂબજ સારી છે.

રીતેશને જ્યારે પૂછવામાં આવ્યું કે, તે રાખીમાં કોઇ બદલાવ ઈચ્છે છે તો તેણે કહ્યું, “કઈં નહીં, હું બ્લેસ્ડ છું. રાખી માર અમાટે ભગવાનના આશીર્વાદ છે, મેં તેના જેવી મહિલા ક્યારેય નથી જોઇ. મને લાગે છે કે, તે મારા કરતાં વધારે મહાન છે.”

રાખીના પતિને જ્યારે પૂછવામાં આવ્યું કે, આખતે તે કેમેરા સામે કેમ નથી આવતા? તો તેમણે જનાવ્યું કે, આખરે કેમ તેમને કેમેરા સામે આવવું જોઇએ? તેનાથી શું થશે? કદાચ આનાથી પણ વધારે વિવાદાસ્પદ લખવામાં આવશે. આ જ થશે ને…

વધુમાં રિતેશે જણાવ્યું કે, તે કેમેરા સામે આવશે, પરંતુ પરિસ્તિથી પ્રમાણે નિર્ણય લેશે, શરૂઆતમાં રિતેશના પરિવારને લાગતું ગતું કે, રાખી પરિવાર સાથે કેવી રીતે ભળી સકશે, પરંતુ હવે એવું નથી.

રિતેશે જણાવ્યું કે, તે રાખીને કપડાં પસંદ કરવા બાબતે ક્યારેય દખલ નથી દેતા. તાજેતરમાં જ રાખી એક ઈવેન્ટમાં રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી હતી અને ચર્ચામાં પણ છવાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, એ ડ્રેસ આટલી હદે રિવીલિંગ હશે તેનો મને અંદાજો નહોંતો.