આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢા આવતા વર્ષે દિવાળીમાં રિલીઝ થશે

મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે બોલિવૂડમાં ખ્યાતનામ આમિર ખાને પોતાના જન્મદિને ફિલ્મ લાલસિંહ ચઢાની જાહેરાત કરી હતી. આ ફિલ્મ હોલિવૂડની ફિલ્મ ફોરેસ્ટ ગંપની સત્તાવાર હિન્દી રિમેક ફિલ્મ હશે. આ ફિલ્મ ફોરેસ્ટ ગંપ નામની નોવેલ પર બનાવવામાં આવી હતી જેમાં ટોમ હેંક્સે લીડ રોલ નિભાવ્યો હતો. ફિલ્મ માટે આમિર ખાને લગભગ વીસ કિલોનું વજન ઉતારવાનો છે તેમ જ ફિલ્મમાં તે શીખ વ્યકિતની ભૂમિકામાં જોવા મળવાનો છે. આ અગાઉ એક જાહેરાત માટે આમિર ખાન શીખ બન્યો હતો. આમિર ખાન અભિનીત ફિલ્મ આવતા વર્ષે દિવાળીના તહેવારમાં રિલીઝ કરવાનો નિર્ણય ફિલ્મમેકરોએ લીધો છે.