આર્થિક મંદીના વાદળો વધારે ઘેરા બન્યા, જાણીતી કંપની 9000 કર્મચારીઓને કરશે છુટા

સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી અને બેકારીના વાદળો ઘેરાઇ રહ્યા છે. કોમ્પ્યુટર અને પ્રિન્ટર હાર્ડવેર બનાવનાર અમેરિકાની કંપની હેવલેટ પેકર્ડ (Hp) પણ એ જંગી છટણી કરવાની જાહેરાત કરી છે. Hp કંપનીએ દુનિયાભરમાં આવેલા કર્મચારીઓમાંથી 16 ટકા કર્મીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.

કંપની તેના ખર્ચમાં ઘટાડો કરવા અને પ્રક્રિયાને સરળ બનાવા માટે પ્રતિબદ્ધ છે અને તેના લીધે જ કર્મચારીઓની છટણીનો નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં તે 9000 જેટલાં કર્મચારીઓની છટણી કરશે. Hp કંપનીના સમગ્ર વિશ્વમાં લગભગ 55 હજાર કર્મચારીઓ છે.

આગામી નવેમ્બરમાં Hpના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો કાર્યભાર સંભાળનાર એનરિક લોરેન્સે એક નિવેદનમાં જણાવ્યું કે, અમે આકડાં અને કડક નિર્ણયો લઇ રહ્યા છે, જેથી અમે પોતાની આગામી યાત્રાની શરૂઆત કરી શકીયે. લોરેસ કંપનીના પ્રિન્ટર બિઝનેસને હેડ છે. ચાલુ વર્ષની શરૂઆતમાં તેમને નવી જવાબદારીઓ આપવાનો નિર્ણય લેવાયો હતો. તેઓ નવેમ્બરમાં ડિઓન વીજલરનું સ્થાન ગ્રહણ કરશે. નોંધનિય છે કે, સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુસ્તી અને વેપાર યુદ્ધના કારણે ઘણી મલ્ટિનેશનલ કંપનીઓએ પોતાના ખર્ચમાં કાપ મૂકવા માટે કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.