આલિયા ભટ્ટ કુટણખાનાની માલકિન બનશે અને ડ્રગ વેચશે

આલિયા ભટ્ટ ભણશાલીની ‘ગંગુબાઇ ‘ બનવાની છે. આ ફિલ્મમાં તેનું પાત્ર ઓફબીટ હશે, કહેવાય છે કે, આ તેના માટે આ પડકારજનક ભૂમિકા પૂરવાર થશે.

ગંગુબાઇને મધર ઓફ અંડરવર્લ્રડસ પણ કહેવાતી હતું. વાસ્તવમાં કુટણખાનાની માલિકણ હતી. તેમજ તે ડ્રગ્સનો ધંધો પણ કરતી હતી એટલું જ નહીં, તે એક કોન્ટ્રેકટ કિલંગિ બિઝનેસમાં પણ હતી. આલિયાએ પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં આ પ્રકારના રોલ કર્યા નથી. તેથી તેના માટે આ પાત્ર પડકારજનક બનશે.

ભણશાલીની આ ફિલ્મ ૧૧ સપ્ટેમ્બરના ૨૦૨૦ના રિલીઝ થાય તેવી યોજના છે. સલમાન ખાન અને આલિયા સાથેનો ભણશાલીનો પ્રોજેક્ટ બંધ પડતાં જ તેણે આલિયા સાથે અન્ય ફિલ્મ કરવાનો નિર્ણય લીધો અને તેની તારીખો વેડફાવવા ન દીધી.આ ફિલ્મમાં પહેલા પ્રિયંકા ચોપરા કામ કરવાની હતી.