આ અભિનેત્રીની જીમ આઉટફિટની તસવીરો જોતા રહેશો, કરી છે માત્ર એક જ ફિલ્મ

બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ પોતાની હૉટનેસ અને બૉલ્ડ અવતારનાં કારણે ઘણી જ ફેમસ છે. તેમાંથી એક છે બી ટાઉનની ઉભરતી કલાકાર સૌંદર્યા શર્મા. સૌંદર્યા શર્મા સોશિયલ મીડિયા પર પોતાની હૉટનેસનો જાદૂ વિખેરી રહી છે. સૌંદર્યા શર્માએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેને તેના ફેન્સ ઘણી જ પસંદ કરી રહ્યા છે. સૌંદર્યા શર્માએ વર્ષ 2017માં નિર્માતા અનુપમ ખેરની ફિલ્મ ‘રાંચી ડાયરીઝ’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

આ ફિલ્મમાં તેની સાથે એક્ટર હિમાંશ કોહલી અને અનુપમ ખેર હતા. જો કે ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઇ ખાસ કરી નહોતી શકી, પરંતુ આ ફિલ્મમાં સૌંદર્યા શર્માની એક્ટિંગને સૌએ વખાણી હતી. સૌંદર્યા શર્માને વર્ષ 2017માં ઝી સિને એવૉર્ડ અને સ્ટાર સ્ક્રીન એવૉર્ડમાં બેસ્ટ ડેંબ્યૂટંટ માટે નોમિનેટેડ કરવામાં આવી હતી. તો વર્ષ 2018માં સૌંદર્યાને બેસ્ટ ડેબ્યૂટેંટ જેઆઈએફએફ એવૉર્ડથી બિરદાવવામાં આવી હતી. સૌંદર્યા પોતાની ફિટનેસ પર પણ ઘણું જ ધ્યાન રાખે છે. તે સોશિયલ મીડિયા પર પોતાના જીમ વર્કઆઉટ વિડીયો શેર કરતી રહે છે. ફેન્સ સૌંદર્યાનાં સૌંદર્યને ઘણું જ પસંદ કરે છે.