આ એક્ટ્રેસનો હોટ અંદાજ સોશિયલ મીડિયા પર લગાવે છે આગ, ઇંગલિશ ફિલ્મમાં કરશે કામ

અભિનેત્રી રૂપાલી સૂરી હાલ ઘણી ચર્ચામાં છે. કારણ કે તે ટૂંક સમયમાં બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી જીનત અમાન સાથે એક વેબ શોમાં નજરે આવશે. આ કારણે તેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ ‘ઇનસાઇડ એજ’ની આ અભિનેત્રીએ આ વેબ શોની શૂટિંગ પૂરી કરી દીધી છે.

 

રિપોર્ટ પ્રમાણે રૂપાલીએ કહ્યું કે,‘લોકપ્રિય અને પ્રખ્યાત અભિનેત્રી જીનત જી સાથે કામ કરવું કોઈ સપનાથી ઓછું નથી. સેટ પર તેમની સાથે રહી મને ઘણું શીખવા મળ્યું છે. હું ઘણી ભાગ્યશાળી છું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી.’ પ્રાપ્ત માહિતી મુજબ આ વેબ શો વર્ષના અંતે રિલીઝ થશે. સૂત્રો પ્રમાણે આગામી સમયમાં રૂપાલી એક ઇંગલિશ ફિલ્મ ‘ડૈડ..હોલ્ડ માઈ હૈંડ’માં પણ નજરે આવશે. રૂપાલી સૂરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે સતત તેની તસવીરો અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરે છે. રૂપાલી સૂરી 2004માં આવેલ ફિલ્મ ‘વાઇફ હૈ તો લાઇફ હૈ’થી ચર્ચમાં આવી હતી.