આ કિલ્લામાં થઈ રહ્યું છે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શુટિંગ, જ્યાંથી દેખાય છે પાકિસ્તાન

આજકાલ ઐતિહાસિક ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે. પદ્માવતી બાદ ફેન્સ મણિકર્ણિકા અને ઠગ્સ ઓફ હિન્દુસ્તાન જેવી ફિલ્મોની રાહ જોઈને બેસ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે, આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શુટિંગ રાજસ્થાનના મેહરાનગઢ કિલ્લામાં થવાનું છે. કિલ્લા વિશે જાણવાનો લોકોનો રોમાંચ વધતો જઈ રહ્યો છે. તો આજે જાણી લો રાજસ્થાનના આ ઐતિહાસિક કિલ્લા વિશે…

આ કિલ્લાના દિવાલોની પરિધિ 10 કિલોમીટર સુધી ફેલાયેલી છે. તેની ઊંચાઈ 20 ફૂટથી લઈને પહોળાઈ 12 ફુટથી 70 ફૂટ સુધી છે. તેના પરકોટામાં દુર્ગમ રસ્તાવાળા સાત આરક્ષિત દુર્ગ બનેલા છે. કિલ્લાની અંદર ભવ્ય મહેલ, અદભૂત નક્શેદાર દરવાજ અને જાળીવાળી બારીઓ છે. જોધપુરના શાસક રાવ જોધાએ 12 મે, 1459ના રોજ કિલ્લાનો પાયો મૂક્યો હતો અને મહારાજા જસવંત સિંહ (1638-78)એ તેનું કામ પૂરું કર્યું હતું એટલે કે આ કિલ્લાનો ઈતિહાસ 500 વર્ષ પુરાનો છે.