‘આ છે તારી દેશભક્તિ?’ કૃતિ સેનનની બહેનના દુપટ્ટાનાં કારણે લોકોએ અક્ષય કુમારને લીધો ઉધડો

અક્ષય કુમાર એકવાર ફરી ટ્રોલ થઈ રહ્યો છે. એનું કારણ છે કતૃ સેનનની બહેન નૂપુરનો દુપટ્ટો. નૂપુર સાથે અક્ષય કુમાર આ દિવસોમાં મ્યૂઝિક વીડિયો લોન્ચ કરવા જઈ રહ્યો છે. જો કે હજુ વીડિયો વિશે કંઈ વધારે માહિતી બહાર આવી નથી પરંતુ અક્ષય કુમારના ફોન્સને એની પુરી ઉતાવળ અને આશા છે. પરંતુ હાલમાં કૃતિ સેનની બહેનના દુપટ્ટાનાં કારણે લોકોએ અક્ષય કુમારને ઉધડો લીધો છે.

બન્યું એવું કે તસવીરમાં અક્ષય કુમાર પોતાની કો સ્ટાર નૂપુર સાથે એના દુપટ્ટા પર બેસી જાય છે. કે જેથી કરીને એના કપડાં ગંદા ન થાય. અક્ષય કુમારનો આ અંદાજ ફેન્સને ન ગમ્યો અને લોકોએ ખરી ખોટી સંભળાવી છે. લોકો ટ્રોલ કરી રહી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, અક્ષય કુમાર પોતાને ખુબ ઈમ્પોર્ટેટ માને છે એટલે યુવતીના દુપટ્ટા પર બેસી ગયો છે. શું એક છોકરીને સન્માન આપવાની આ રીત છે? તેને શરમ આવવી જોઈએ. તો આ વાત પર લોકોએ એની કેનેડાની નાગરિકતા પર પણ ટ્રોલ કર્યો. તો કોઈએ એમ કહ્યું કે, છોકરીએ વાધો કેમ ન ઉઠાવ્યો. બની શકે કે તેની ઈચ્છા હોય કે અક્ષય તેના દુપટ્ટા પર બેસે. તો કોઈએ લખ્યું કે એક તરફ દેશભક્તિની ફિલ્મો કરે છે અને બીજી તરફ આવું કરવાનું…

અક્ષયનાં આ પહેલા મ્યૂઝિક વીડિયોમાં નૂપુર સાથે પોપ્યુલર પંજાબી સિંગર અને એક્ટર એમી વિર્ક પણ જોવા મળશે. આ વીડિયોમાં સૂર આપ્યો છે મશહુર પંજાબી સિંગર બી પ્રાકે. પ્રાકે આ પહેલા કેસરીનું સોન્ગ તેરી મિટ્ટી પણ ગાયું છે. અક્ષય કુમાર હવે હાઉસફુલ 4માં પણ જોવા મળવાનો છે. એ સિવાય ગુડ ન્યૂઝ, બચ્ચન પાંડે, સુર્યવંશી અને લક્ષ્મી બમ ફિલ્મમાં પણ જોવા મળવાનો છે.