આ દિગ્ગજ ડાયરેક્ટરની ફિલ્મમાં જોવા મળશે સલમાન-શાહરૂખની જોડી

કેટલાક કલાકારોની બોલીવુડમાં એવી જોડી છે જેમને જોતા ફિલ્મના પાત્રો જાણે કે જીવંત થઈ જાય. વિનોદ ખન્ના-અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચન, અજય દેવગન-આમિર ખાન, સલમાન ખાન-સંજય દત્ત આ લોકોને તમે જ્યારે એક સાથે ફિલ્મોમાં કામ કરતા જૂઓ એક અલગ જ મજા છે. ખાન બેલડી એવી જ છે કે જેને જોવા પ્રશંસકો ખુબજ આતુર રહે છે. સલમાન અને શાહરૂખને સાથે ફરી જોવા માટે તેમના પ્રશંસકો આતુર છે. ખાન ફેન્સ માટે ફિલ્મ ઈંડસ્ટ્રીઝ તરફથી એક ધમાકેદાર ખુશખબરી સામે આવી રહી છે. બોલીવુડના બે ખાન 24 વર્ષ બાદ સાથે કામ કરવા જઇ રહ્યા છે. વર્ષ 1995માં સલમાન ખાન અને શાહરૂખ ખાને ‘કરણ અર્જુન’ બનાવી મોટા પડદા પર ક્યારેય ન ભૂલી શકાય તેવી ફિલ્મ આપી હતી.

પ્રશંસકોએ જ્યારથી આ ફિલ્મમાં આ બંને દિગ્ગજ કલાકારોને સાથે જોયા હતા ત્યારથી તે ફરી સાથે ફિલ્મ કરે એવુ ઇચ્છતા હતા. હવે ફરી એકવાર સમાચાર આવી રહ્યા છે કે ફરી એકવાર આ બંને દિગ્ગજ કલાકારો એક સાથે આવશે. સમાચારો મુજબ નિર્દેશક સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે. સંજય લીલા ભણસાળી બૈજૂ બાવરા ફિલ્મની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ખબર આવી રહી છે કે સંજય લીલા ભણસાળી એક લવ સ્ટોરી પર કામ કરી રહ્યો છે. જેમાં સલમાન ખાનને કાસ્ટ કરવાની યોજના છે. હવે કેટલાક સમાચારો મળી રહ્યા છે કે સંજય વર્ષ 1952માં રિલીઝ થયેલી ફિલ્મ મીના કુમારી સ્ટારર બૈજૂ બાવરાની સીક્વલ બનાવી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી ખબર સામે આવી રહી છે કે સંજય લીલા ભણસાળી એક લવ સ્ટોરી પર કામ કરી રહ્યા છે જેમાં સલમાન ખાનને કાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. હવે એ સમાચારો મળી રહ્યા છે કે સંજય હવે બૈજૂ બાવરાની રીમેક બનાવશે. આ ફિલ્મ માટે સંજયે ત્રણ ટાઈટલ પણ રજીસ્ટર કરાવી લીધા છે. મીડિયા રિપોર્ટ અનુસાર સંજયે ફિલ્મની રીમેક માટે બૈજનાથ, બૈજૂ અને બૈજૂ તાનસેન ટાઈટલ રજીસ્ટર કરાવી લીધા છે. હવે આ ફિલ્મની કાસ્ટિંગ માટે સલમાન અને શાહરૂખનું નામ ચર્ચામાં છે. જો કે આ ફિલ્મની અધિકારીક ઘોષણા હજૂ કરવામાં આવી નથી. સલમાન ખાને શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં મહેમાન કલાકારની ભૂમિકા નિભાવી હતી. હવે 24 વર્ષ પછી આ બંને કલાકારો ફરી એક સાથે લીડ રોલમાં દેખાશે જે તેમનાં પ્રશંસકો માટે કોઈ ભેટ સમાન છે.