આ ધર્મના નામે બૉલીવુડ છોડનારી ઝાયરા વસીમને લઇને પ્રિયંકા ચોપડાએ મૌન તોડ્યું, કહ્યું કે…

અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) તેની આગામી ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક (The Sky Is Pink)થી બૉલિવૂડમાં કમબેક કરી રહી છે. હવે પ્રથમ વખત પ્રિયંકાએ તેની કો-સ્ટાર ઝાયરા વસીમ (Zaira Wasim)ની એક્ટિંગ છોડવાના નિર્ણયને લઇને પ્રથમ વખત ખુલીને વાત કરી છે.

આ ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક અભિનેત્રી ઝાયરા વસીમના કારણે પણ ચર્ચામાં છે. કારણકે કેટલાક મહિના પહેલા તેને ધર્મના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી ચૂકેલી અભિનેત્રી ઝાયરા વસીમ આ ફિલ્મમાં અંતિમ વખત નજરે પડવાની છે. જ્યારે હવે પ્રિયંકા ચોપરાએ આ નિર્ણય પર તેની પ્રતિક્રિયા આપી લોકોને ચોંકાવી દીધા છે.

પ્રિયંકા ચોપડા હાલ તેની અપકમિંગ ફિલ્મ ધ સ્કાય ઇસ પિંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ખબર મુજબ એક પ્રમોશનલ ઇવેન્ટમાં પ્રિયંકાને ઝાયરા વસીમના ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી છોડવાના નિર્ણય પર સવાલ કરવામાં આવ્યા. જેની પર પ્રિયંકાએ કહ્યું, મારી અને ઝાયરાની ઘણી વખત વાત થઇ, પરંતુ માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કામને લઇને કોઇ વાત થઇ નથી.

વધુમાં પ્રિયંકાએ કહ્યું , આ ઝાયરાનો પોતાનો નિર્ણય છે. આપણાને કોઇ અધિકાર નથી નક્કી કરવાનો કે કોઇ વ્યક્તિએ શુ કરવું જોઇએ અને શુ ન કરવું જોઇએ. તે એક સારી અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર પરર્ફોમન્સ આપ્યું છે. હું હંમેશા તેના સારા ભવિષ્યની કામના કરીશ. જણાવી દઇએ કે ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક સિનેમાઘરોમાં 11 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મને સોનાલી બોસે ડાયરેક્ટ કરી છે. તેમા પ્રિયંકા અને ચોપરા અને ઝાયરા વસીમ સાથે ફરહાન અખ્તર, રોહિત શરાફ પણ મુખ્ય ભૂમિકામાં છે.