આ બોલિવુડ એક્ટ્રેસના પતિએ આપી ઓન-સ્ક્રીન ન્યૂડ થવાની પરમીશન…

હેટ સ્ટોરી 2 ની એકટ્રેસ સુરવીન ચાવલા તેમના લગ્નનો ખુલાસો કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સુરવીને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પતિ તેમની કારકિર્દીને લઇને ખૂબ જ સપોર્ટિવ છે. સુરવીને કહ્યું કે જો હું સ્ક્રીન પર મારા-કો સ્ટારને કિસ કરૂ અથવા ન્યૂડ થઇ જાવ તો મારા પતિ કંઇ કહેશે નહીં. બાલાજીના વેબ શો ‘હક સે’ માં મિર્ઝા બહેનોમાં સૌથી મોટી બહેનનો રોલ પ્લે કરી ચુકી એકટ્રેસ સુરવીન ચાવલાએ હાલ આ દિવસોમાં હોલિ ડે એન્જેય કરી છે. રવીનએ તેના ઇન્સ્ટા એકાઉન્ટમાં હોલી ડેનાં અનેક ફોટાઓ શેર કર્યા છે. આ ફોટાઓમાં સુરવીન ટ્રાન્સપરર્ન્ટ બિકીનીમાં નજર આવી રહી છે. સુરવીનનો આ સમર લુક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

 

તેની સાથે જ સુરવીને પોતાનો મેકઅપ વગરનો લૂક પણ શેર કર્યો છે, આ ફોટોમાં પણ તે ખૂબ સુંદર લાગે છે. ‘હક સે’ વેબ શો માં સુરવીનનું ડૉ. મેહર મિર્ઝાનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. સુરવીન હાલ એ.એલ.ટી. બાલાજીની વેબ સીરીઝ ‘હક સે’ માં જોવા મળી હતી. સુરવીન સુઝોય ઘોષની આગામી શોર્ટ ફિચર ફિલ્મ ‘તીન પહેલિયા’ માં પણ જોવા મળશે. તેમણે જણાવ્યું હતું કે તે તેમના પતિ સાથે ખૂબ ખુશ છે. હું મારા કો-સ્ટારને કીસ કરી શકું છું અને સ્ક્રીન પર ન્યૂડ પણ થઇ શકુ છું. ફિલ્મની સ્ક્રિપ્ટ જે પણ માંગ કરે છે, તે હું બધુ કરી શકુ છું.