આ શહેરમાં અચાનક પોર્ન ફિલ્મ ચાલુ થઈ જતા લોકો થઈ ગયા આશ્ચર્યચકિત…

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં પોર્ન ફિલ્મ અચાનક ભર બજારમાં જાહેરાત માટેની સ્ક્રીન પર ચાલવા લાગી ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોએ આ જોઈને અસ્વસ્થતા અનુભવી તેમ છતાં ફિલ્મ ચાલુ રહી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોર્નોગ્રાફી ઘણા કલાકો સુધી સ્ટોરની પ્રમોશનલ સ્ક્રીન પર ચાલતી રહી, પરંતુ કોઈએ તેને અટકાવ્યું નહીં. આ બાબતે સ્થાનિક અખબાર ન્યુઝિલેન્ડ હેરાલે જણાવ્યું હતું કે જ્યારે બજારમાં ફરતા લોકોએ આ જોયું ત્યારે તેઓ ચોંકી ગયા કારણ કે હેકરોએ સવારથી જ અશ્લીલ વીડિયો સ્ક્રીન શરૂ કરી દીધી હતી.

દુકાનના કર્મચારીઓ આવીને સ્ક્રીન બંધ ન કરે ત્યાં સુધી અશ્લીલ વીડિયો ચાલુ રહ્યો.એસિક્સના પ્રવક્તાએ પુષ્ટિ આપી કે સ્ટોરના પ્રવેશદ્વારની ઉપરની સ્ક્રીન હેક થઈ ગઈ હતી અને તેના પર અશ્લીલ વિડિયોઝ ચલાવવામાં આવ્યો હતો. જોકે, દુકાનના માલિકે પણ આ માટે લોકોની માફી માંગી છે.

આ ઘટનાની સાક્ષી તાન્યા લીએ અખબારને જણાવ્યું હતું કે જ્યારે તેણી અશ્લીલ વીડિયો રસ્તામાં ચાલ્યો જ્યારે હું મારા 7વર્ષના પુત્ર સાથે નાસ્તો કરવા જઈ રહી હતી. લીએ કહ્યું, “આ જોઈને મેં બીજો રસ્તો અપનાવ્યો કારણ કે હું જે જોઈ રહ્યી છું તેના પર હું વિશ્વાસ કરી શકી નહીં.”