આ TV એક્ટ્રેસે ઘટાડ્યું વજન, નવા લૂકથી સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

બિગ બોસ 12નો ભાગ રહેલી ટીવી એક્ટ્રેસ નેહા પેંડસેનો છેલ્લા વર્ષોમાં જોરદાર બોડી ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યો છે. તેઓ બિગ બોસમાં એન્ટ્રી કરતા પહેલા શો ‘May I Come in Madam’માં નજરે આવી હતી. આ દરમિયાન તેનું વજન વધારે હતું. એવું કહેવામાં આવે છે કે નેહાને વધતા વજનના કારણે આ શો છોડવાનું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર બાદ નેહાએ પોલ ડાન્સ અને યોગાની મદદથી તેનું વજન ઘટાડ્યું છે.

બિગ બોસથી નીકળ્યા પછી નેહાએ તેના લુક્સ અને ફિટનેસ પર ગંભીરતાથી કામ કર્યુ છે. હવે નેહા પહેલાની સરખામણીએ વધુ સ્લિમ અને સ્ટનિંગ દેખાય છે. તાજેતરમાં નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. નેહાના આ નવા લુકને જોઈ તેના ફેન્સ પણ ઘણા ખુશ છે અને તેની તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં નેહા બ્લેક મિની ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેઓ ઘણી બોલ્ડ અને હોટ લાગી રહી છે.