ઇન્ટરેસ્ટિંગ / અમદાવાદ શહેરની નૂપુર બારોટ મિસિસ ઈન્ડિયા પેજન્ટ માટે સિલેક્ટ થઈ

યૂથ ઝોન ડેસ્ક: અમદાવાદ શહેરની નૂપુર બાલિયા બારોટનું સિલેક્શન મિસિસ ઈન્ડિયા પેજન્ટ માટે કરવામાં આવ્યું છે. જે ચેન્નઈમાં યોજાનારી કોમ્પિટીશનમાં 16 સપ્ટેમ્બરના રોજ ભાગ લેશે. નૂપુર બારોટ કે જેઓ નિફ્ટની સ્ટુડન્ટ છે. તે પહેલીવાર આ ઈવેન્ટમાં સિલેક્ટ થઈ છે.

ખાસ કરીને ઘણી મહિલાઓ એવું સપનું હોય છે કે, તેઓ પણ રેમ્પ વૉક પર ચાલે. તેમાં પણ કેટલીક મહિલાઓ આ સપનાને કોઈપણ ભોગે સાકાર કરે છે. જેમાં નૂપુર બાલિયા બારોટનું નામ પણ મોખરે છે. જેણે લગ્ન પછી પણ ફેશનની આટલી મોટી કોમ્પિટીશનમાં ભાગ લીધો અને તે ફાઈનલિસ્ટ તરીકે સિલેક્ટ થઈ છે. ફેશન ડિઝાઈનર નૂપુરનો પોતાનો ફેશન સ્ટુડિયો પણ છે.