ઇન્સ્ટાગ્રામે લોન્ચ કરી Threads application કોઈ પણ સાથે કરી શકશો ખાનગી વાતો…

સોશિયલ મીડિયા એપે ઈન્સ્ટાગ્રામે ચેટિંગ એપ Threads લોન્ચ કર્યું છે. યુઝર્સ આ એપના માધ્યમથી પોતાના મિત્રો સાથે ઘણી બધી વાતો કરી શકશે. થ્રેડ્સ એપ બિલકુલ ઈંસ્ટાગ્રામના ક્લોસ ફ્રેડ્સ ફીચરની જેમ કામ કરશે. એપના યુઝર્સ પોતાના નજીકના મિત્રોને આ પ્લેટફોર્મ સાથે જોડી શકશે. તેની સાથે જ મહત્ત્વપૂર્ણ પળો પણ શેર કરશે. ઈંસ્ટાગ્રામે Threads એપને લઈ કહ્યું કે અમે લાંબા સમયથી આ પ્રકારનું ફીચર્સ રોલ આઉટ કરી રહ્યા હતા.

જેનાથી યુઝર્સ સરળતાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહત્ત્વની પળોને શેર કરી શકશે. પરંતુ અમે આ એપને ખાસ નજીકના મિત્રો માટે શરૂ કરી છે. આ એપની મદદથી યુઝર્સ પોતાના મિત્રો સાથે વીડિયો અને ફોટો શેર કરી શકે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ એપ સ્નેપચેટને ટક્કર આપશે.

આ એપમાં લોકોને સ્નેપચેટ જેવા ફીચર્સ મળશે. યુઝર્સ તરફથી શેર કરવામાં આવેલી બધી સ્નેપ થોડા સમય બાદ ગાયબ થઈ જશે. ઈંસ્ટાગ્રામે આ એપમાં નવું ઓટો સ્ટેટસ ફીચર પણ જોડી દીધું છે. ત્યારે બીજી તરફ આ એપના ફોનનું લોકેશન, ટાઈમ, બેટરી અને નેટવર્કનો ઉપયોગ કરશે. તમને જણાવીએ કે યુઝર્સ ઓટો સ્ટેટસ ફીચરને ડિસેબલ કરી શકે છે. આ ફીચર લોકોના લોકેશનને ટ્રેક નહીં કરે અને સાથે જ જાણકારી ઈંસ્ટાગ્રામ સર્વર પર સ્ટોર નહીં થાય.