ઇમરાન ખાને પાકિસ્તાન પહોંચતા જ કરી pm મોદી ની નકલ જાણો પછી શુ થયું…

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન ના ફક્ત જૂઠ બોલવામાં પારંગત છે, પરંતુ તેમણે નકલ ઉતારવામાં પણ સારી કુશળતા મેળવી છે. હવે તેમણે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની નકલ કરી છે. શનિવારનાં જ્યારે પ્રધાનમંત્રી મોદી દુનિયામાં ભારતનો ડંકો વગાડીને અમેરિકાથી સ્વદેશ આવ્યા તો દિલ્લી એરપોર્ટ પર ઉતરતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

પીએમ મોદીનાં સ્વાગત માટે શનિવાર રાત્રે સાડા આઠ વાગ્યે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ પણ એરપોર્ટથી બહાર નીકળતા રોડશો કર્યો અને લોકોનું અભિવાદન કર્યું. આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત પણ કર્યા અને ભારતીય સેનાનાં જવાનોનાં પરાક્રમને યાદ કરતા ત્રણ વર્ષ પહેલા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો.

તો હવે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને પીએમ મોદીની નકલ ઉતારી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં સત્રમાં ભાગ લીધા બાદ રવિવારનાં જ્યારે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન સ્વદેશ પરત ફર્યા તો ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર તેમણે પોતાનું સ્વાગત કરાવ્યું. ઇમરાન ખાને સ્વાગત માટે એરપોર્ટ પર પોતાની પાર્ટીનાં લોકોનો જમાવડો કર્યો.

ઇમરાન ખાનનાં સ્વાગત માટે તેમની પાર્ટી તહરીક-એ-ઇંસાફનાં નેતા અને કાર્યકર્તા જ ભેગા થયા હતા. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને પીએમ મોદીની નકલ કરતા કહ્યું કે, “સૌથી પહેલા હું મારા દેશનો આભાર માનું છું. તમે લોકોએ મારા માટે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે દુઆ કરી.” આ દરમિયાન ઇમરાન ખાને પોતાની પત્ની બુશરા બીબીનો પણ ઉલ્લેખ કર્યો અને આભાર માનતા કહ્યું કે, “હું ખાસ કરીને બુશરા બીબીનો આભાર માનું છું, જેમણે અમારા માટે ઘણી દુઆઓ કરી,”