ઉત્તર કોરિયાના હૈકર્સએ ઈસરોના ચંદ્રયાન 2ને પહોંચાડ્યું નુકસાન ? જાણો સમગ્ર ઘટના

ભારત જ નહીં દુનિયાભરના લોકોની આશા પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે ઈસરોનું ચંદ્રયાન 2 ચંદ્રના દક્ષિણી ધ્રુવમાં ઉતારવાનું મિશન ફેલ ગયું. લેન્ડર ચંદ્રની સપાટી પર ન પહોંચી શક્યું પરંતુ ઓર્બિટર હાલ પણ ચંદ્રની સુંદર તસવીરો મોકલી રહ્યું છે. પરંતુ ચંદ્રયાન 2 સાથે જોડાયેલી એક ચોંકાવનારી વાત સામે આવી છે. જે અનુસાર કોરિયાના હૈકર્સએ ચંદ્રયાન 2ને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. ભારત જ્યારે મિશન ચંદ્રયાન 2ને ચંદ્રની સપાટી પર ઉતારી રહ્યું હતું ત્યારે ઉત્તર કોરિયાના સાયબર હૈકર્સએ ભારતની સ્પેસ એજન્સી ઈસરોમાં ઘુષણખોરી કરી હતી. રિપોર્ટ અનુસાર સાયબર વિશેષજ્ઞોને આશંકા છે કે જો આમ થયું હશે તો ઈસરો દેશનું પાચમું સરકારી સંસ્થાન હશે જેના પર સાયબર એટેક થયો હોય. આશંકા છે કે ઈસરોના કર્મચારીઓએ ઉત્તર કોરિયાના સ્પૈમર્સ દ્વારા મોકલેલા ફિશિંગ ઈમેલને ઓપન કર્યો હશે તેના કારણે સિસ્ટમમાં માલવેર ઈંસ્ટોલ થઈ ગયો. જો કે અધિકારીઓએ આ વાતથી ઈન્કાર કર્યો છે કે સાયબર એટેકથી મિશન પ્રભાવિત થયું અને ચંદ્રયાનું લેડિંગ અસફળ ગયું. ઉલ્લેખનીય છે કે ઈસરોએ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર લેડિંગ ઓપરેશનના અંતિમ ચરણમાં વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો. વડાપ્રધાન મોદી પણ આ મિશનને જોવા માટે ઈસરો હેડક્વાટર્સમાં હાજર હતા. જો કે આ મિશન સફળ થયું નહીં પરંતુ તેમણે ઈસરોના વૈજ્ઞાનિકો સહિત દેશવાસીઓને સકારાત્મક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.