એકતા કપૂરની આગામી કોમેડી ફિલ્મમાં દિશા પટાણીના નામની ઘોષણા

હાલ રૃપેરી પડદે કોમેડી ફિલ્મોનો સમય પણ ચાલી રહી છે. તેથી જ એકતા કપૂર એક કોમેડી ફિલ્મની યોજના કરી રહી છે. જે માટે તેણે દિશા પટાણીને કન્ફર્મ કરી છે. એકતા અને દિશાપ્રથમ વખત સાથે કામ કરશે.

એકતાની આ ફિલ્મમાં દિશા પંજાબી યુવતીના પાત્રમા ંજોવા મળશે. છેલ્લી કોમેડી ફિલમ ‘ડ્રીમ ગર્લ’ની સફળતા બાદ એકતાને પણ એક કોમેડી ફિલ્મ બનાવાનું મન થયું છે. ‘ડ્રીમ ગર્લ’ ફિલ્મના લેખક રાજ શાનદિલ્યાએ જ એકતાની ફિલ્મને લખી છે. જોકે તે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો નથી. દિશા આ ફિલ્મમાં એક નાનકડા ગામડાની પંજાબી યુવતીના પાત્રમાં જોવા મળશે. દિશા માટે પ્રથમ લીડ રોલવાળી પહેલી ફિલ્મ છે. દિશા એકતા સાથે કામ કરવાની તકથી ખુશ છે.

” દિશા આ પાત્ર માટે પરફેક્ટ છે. તે આજની પેઢી સાથે સારી રીતે જોડાયેલી પણ છે. મને નથી લાગતું કે આ ફિલ્મના પાત્ર માટે દિશાથી વધારે કોઇ યોગ્યો હોય.દિશાનું પાત્ર આ ફિલ્મમાં વાઇલ્ડ હોવાની સાથેસાથે માસુમ અને ક્રેઝી પણ છે,” તેમ એકતાએ જણાવ્યું હતું.