ઓન સેટ / દીપિકા કક્કર શૂટિંગ દરમિયાન અચાનક બેહોશ થઈ ગઈ, ટીવી શોના પ્રોડ્યૂસર સંદીપ સિકંદે ફોટો શેર કર્યો

ટેલિવિઝન ડેસ્ક: ‘બિગ બોસ 12’ની વિજેતા દીપિકા કક્કર હાલ ટીવી શો ‘પાની પુરી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. શો દરમિયાન દીપિકાની તબિયત બગડતાં અચાનક તે બેહોશ થઇ ગઈ હતી. ટીવી શોના પ્રોડયૂસરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ સમાચાર આપ્યા.

પ્રોડયૂસર સંદીપ સિકંદે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમ પર ફોટો શેર કર્યો છે, જેમાં દીપિકા ટ્રેડિશનલ કપડામાં સોફા પર સૂતેલી દેખાઈ રહી છે. આ ફોટા સાથે તેણે લખ્યું કે, ‘હિરોઈન તો બેહોશ થઈ ગઈ’.

સોશિયલ મીડિયામાં આ ફોટો ખૂબ ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે. દીપિકાના ચાહકો તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો બીજી તરફ આ ફોટાને દર્શકોએ પ્રૅંક સાથે સરખાવ્યો છે. સાચી ઘટના શું હતી તેની હજુ સુધી કોઈએ ચોખવટ કરી નથી.

અપકમિંગ ટીવી શો ‘પાની પુરી’માં દીપિકાની ઓપોઝિટ કરણ ગ્રોવર દેખાશે. ‘સસુરાલ સિમર કા’ સિરિયલમાં દીપિકાનું પાત્ર આજે પણ દર્શકોના દિલમાં વસે છે.