ઓહ…એવું તે શું પહેરેલી જોવા મળી પ્રિયંકા કે થઈ રહી છે ટીકા?

હોલિવૂડ-બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા અનેક મહિનાઓ પછી મુંબઈ પરત ફરી છે. પ્રિયંકા પોતાની ફિલ્મના પ્રમોશન માટે ભારત આવી છે. જેથી પ્રિયંકા ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, કેટલાક લોકોએ પ્રિયંકાની કપડા પહેરવાની પસંદગી વિશે સવાલો ઉઠાવ્યાં હતાં. જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી.

સોશિયલ મીડિયા પર લોકોને પ્રિયંકાની આ ડ્રેસિંગ સેન્સ ખાસ પસંદ આવી નહોતી. જેથી તેની ખૂબ જ મજાક ઉડી હતી.

કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ત્યાં સુધી કહ્યું કે એવું લાગે છે કે પ્રિયંકા ચોપરા પોતાની પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે.