કઅપનાં લીધે જાહેરમાં આંસુ વહાવી ચૂકેલ અભિનેત્રી ફરી પડી પ્રેમમાં, ફોટો વાયરલ!

થોડા સમય પહેલા જ ફેમસ સિંગર નેહા કક્કડેનો હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થઈ ગયું જે બાદ તે ખુબ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તે દરમિયાન નેહા કક્કડ અને હિમાંશ કોહલી બંનેએ પોતાના રિલેશનશિપ બાદ એક બીજા માટે સોશિયલ મીડિયા પર નિવેદનો આપ્યા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે નેહાનું ટૂટેલા દિલે ઈલાજ શોધી લીધો છે. નેહા એક સિંગર સાથે ડેટ કરી રહી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે.

નેહ અને ઈન્ડિયન આઈડલ કંટસ્ટેંટ વિભોર પારાશર સાથે ડેટિંગના સમાચાર સામે આવી રહ્યાં છે. તાજેતરમાં બંને એકસાથે એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા, જીહા કેટલીક તસ્વીરો સામે આવી છે. તે બાદ અંદાજો લગાવી શકાય છે કે નેહા કક્કડ અને વિભોર પરાશરને ડેટ કરી રહી છે.

સૂત્રો મુજબ નેહા સાથે રિલેશનશિપ વિશે વાત પર વિભોર જોડે વાત કરી તો વિભોરે આ એક અફવાહ જણાવી. વિભોરે કહ્યું કે, ‘તમે આને અફવાહ તરીકે લઈ શકો છો’. પોતાની વાતને આગળ વધારતા વિભોરે કહ્યું કે, ‘લોકોની માનસિકતા થોડી વિચિત્ર છે. જો કોઈ તેમનું કરિયર બનાવી રહ્યું છે તો તે ફક્ત તે માટે કે તેની અંદર કોઈ ટેલેન્ટ હોય છે’. હું ઈનસ્ટાગ્રામ પર તેને દીદી તરીકે ટેગ નથી કર્યું, તો લોકો કહે છે કે તે મારી ગર્લફ્રેન્ડ છે’.