કપિલ શર્માએ વાઈફ ગિન્ની માટે રાખી બેબી શાવરની પાર્ટી, બંને આવ્યા કંઈક આવી રીતે નજરે

કોમેડી કિંગ કપિલ શર્મા ઝડપથી પપ્પા બનવા જઈ રહ્યોં છે અને તેના માટે તે ખૂબ જ તૈયારી કરી રહ્યોં છે. હવે હાલમાં કપિલે પોતાની વાઈફ ગિન્ની માટે બેબી શાવરની પાર્ટી રાખી છે. આ પાર્ટીની કેટલીંય તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોને જોઈને ખબર પડી છે કે કપિલ પોતાની વાઈફ માટે દરેક મુવમેન્ટને સ્પેશિયલ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યાં છે. આ પાર્ટિમાં કેટલાંય સેલેબ્રિટીની સાથે સાથે ધ કપિલ શર્માં શોમાં તેમના કો-સ્ટાર્સ પણ હાજર હતા. દરેકે આ દરમિયાન ખૂબ જ મસ્તિ કરી હતી. ગિન્ની પણ આ દરમિયાન ખૂબ જ પ્યારી અને ખુશ નજરે આવી રહી છે. દરેકે આ દરમિયાન ખૂબ જ મસ્તિ કરી હતી. ગિન્ની પણ આ દરમિયાન ખૂબ પ્યારી અને ખૂશ નજરે આવી રહી છે.

જણાવી દઈએ કે કપિલ ગિન્ની અને પોતાના થનાર બાળક માટે ખૂબ જ તૈયારીઓ કરી રહી છે. એટલુ જ નહીં પરંતુ પોતાના શો ના શુટિંગના શેડ્યૂલની પ્લાનિંગ કરશે જેથી તે ગિન્નીના ડિલીવરીના સમયે તે તેમની સાથે રહી શકે. ગિન્નીની ડ્યૂ ડેટ ડિસેમ્બરની મીડમાં છે તો કપિલ અત્યારથી પ્લાનિંગ કરી રહ્યોં છે. જેથી શોની શૂટિંગ પર અસર ન પડે. તે એ પ્રમાણે સેલેબ્રિટીના ઈન્ટર્વ્યૂં લેશે જેથી કામ પણ થઈ જાય અને તે પોતાના પરિવાર અને થનાર બેબી સાથે સમય ફાળવી શકે.

તમને જણાવી દઈએ કે કપિલ પોતાની પત્નીનો ખૂબ જ ખ્યાલ રાખી રહ્યોં છે. થોડા દિવસો પહેલા ગિન્નીને બેબી મુન માટે કેનેડા પણ લઈ ગયા હતા. કપિલ પોતાની દરેક કોશિશ કરી રહ્યોં હતો કે ગિન્નીની સાથે વધુમાં વધુ સમય વિતાવી શકે.