કાન્સમાં જોવા મળ્યો આ એકટ્રેસનો ગ્લેમરસ અંદાજ, પ્રિયંકા-દીપિકાને મૂકી પાછળ

ફ્રાન્સમાં 72મો ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’ 14મી મેથી શરૂ થયું છે. સંપૂર્ણ દુનિયામાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પોપ્યુલર છે અને આ વખતે આ ઈવેન્ટમાં ભારતની ચર્ચા વધું થઈ રહી છે. કારણ કે આ ફેસ્ટિવલમાં હાજરી આપનાર બોલિવૂડની અભિનેત્રીઓની લિસ્ટ સતત વધી રહી છે. આ વખતે દીપિકા પાદુકોણ અને કંગના રનૌત સિવાય દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પણ ચર્ચામાં રહી. જ્યારે ઐશ્વર્યા રાય અને સોનમ કપૂર આ ઈવેન્ટમાં પહોંચવા માટે રવાના થઈ છે. બોલિવૂડની લીડિંગ લેડીઝ સિવાય આ વર્ષે ‘કોકટેલ’ ફેમ ડાયના પેંટી પણ કાન્સમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

 

ડાયના કાન્સના તેના પહેલા દિવસે ગોલ્ડન કલરની શોર્ટ ગિલ્ટર ડ્રેસમાં નજરે આવી. આ લુકમાં ડાયના ખૂબજ ગ્લેમરસ લાગી રહી હતી. જ્યારે બીજા દિવસે ડાયનાએ વ્હાઇટ કલરનું સાડી ગાઉન પહેર્યું હતું. જેમાં તેઓ ઘણી સુંદર દેખાઈ હતી. ત્રીજા લુકની વાત કરીએ તો ડાયનાએ બ્લેક અને પિંક ગાઉન સાથે સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક અપનાવ્યું હતું. ડાયનાએ તેના લુક્સની તસવીરો સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જે ફેન્સ ઘણી પસંદ કરી રહ્યા છે. તમને બતાવી દઈએ કે ડાયના પેંટીએ બોલિવૂડની ફિલ્મ ‘કોકટેલ’થી ડેબ્યૂ કર્યું હતું. ગત વર્ષે તેઓ ફિલ્મ ‘પરમાણું’માં નજરે આવી હતી.