કામ્યા પંજાબીએ બિકિનીમાં બતાવ્યા શરીર પરના નિશાન, સોશિયલ મીડિયા પર ફોટા થયા વાયરલ

અત્યારે ઘણાં સેલિબ્રિટીઝ વેકેશનના મુડમાં જોવા મળે છે. સોનમ કપૂર માલદિવમાં રજાઓ માણી રહી છે. ત્યારે નુસરત ભરુચા પણ થાઈલેન્ડમાં વેકેશન મનાવી રહી છે. આ સ્ટાર્સની સાથે ટીવી સ્ટારની સુપરહિટ સીરિયલ્સ શક્તિ: અસ્તિત્વ કે અહેસાસમાં જોવા મળશે. ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી અત્યારે તેના બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે દુબઈમાં વેકેશન મનાવી રહી છે.

તેણે વેકેશનના કેટલાક ફોટા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. વેકેશનની આ તસવીરોમાં કામ્યા બિકિનીમાં પોતાની ફિટ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી છે. તેણે આ તસવીરોની સાથે શરીર પર જે પ્રકારના નિશાન લાગેલા છે તે પણ એક કહાની કહે છે. કામ્યાએ પોતાની પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું, મારું શરીર એક કેનવાસ જેવું છે, જેના પર લાગેલું દરેક નિશાન મને યાદ અપાવે છે કે હું કેટલી બહાદુર છું. અને તેની મારે ઓછી કિંમત ચૂકવવી પડી. દરવખતે મારા વજનમાં જે પ્રકારનો ફેરફાર થયો છે તે મારા બાળકો અને જમવાના કારણે વધ્યું છે.

મને મારા કેનવાસ પર ગર્વ છે અને મને આવનારા ભવિષ્યમાં થનારી ચિત્રકારીની આતુરતાથી રાહ જોઈ રહી છું. આ ફોટામાં કામ્યાની બિકિનામાં જોવા મળી હતી, તેની સાથે કામ્યાના શરીર પર ઘણાં પ્રકારના નિશાન પણ જોવા મળે છે. આ તસવીરો પર તેના બોયફ્રેન્ડ શલભે કમેન્ટ કરતાં કહ્યું કે, મને તારા પર ગર્વ છે મારા પ્રેમ. કામ્યાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે આ સંબંધને થોડા જ સમયમાં લગ્નનું નામ આપશે. શલભ એક ડોક્ટર છે અને એક બાળકનો પિતા પણ છે. ત્યારે કામ્યા કહે છે કે તે 16 વર્ષની છોકરીની જેમ શલભના પ્રેમમાં પાગલ છે.