ખુબસુરત અભિનેત્રી કાજલ હવે પરણીને ઠરી ઠામ થશે, લગ્નને લઈને કરી સ્પષ્ટતા

બોલિવુડની ખુબસુરત અભિનેત્રી કાજલ અગ્રવાલ તેની આવનારી તમિલ ફિલ્મ ઈન્ડિયન-2ને લઈને હાલ ચર્ચામાં છે. કાજલ તેની એક્ટિંગ કરતા પણ તેની ખુબસુરતીના કારણે દર્શકોના મનમાં વસી ગઈ છે. મોટી મોટી આંખો અને માસુમ ચહેરો કાજલની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવે છે. કાજલ અગ્રવાલને વારંવાર એક જ સવાલ પુછવામાં આવે છે કે હવે તે ક્યારે લગ્નમંડપમાં બેસશે પરણીને ઠરી ઠામ થશે. કાજલે એક વાતચીતમાં આ અંગે ખુલાસો કર્યો હતો અને લગ્ન ક્યારે કરશે તે અંગે સ્પષ્ટતા કરી હતી.

કાજલે કહ્યું કે દરેકની ઇચ્છા હોય તેના લગ્ન ખુબજ ધામધુમથી થાય મારી પણ એવી જ ઇચ્છા છે હું મારા પ્રશંસકોને ટુંક સમયમાં આ અંગે સારા સમાચાર આપવાની છુ. હું હવે લગ્ન માટે સંપૂર્ણપણે તૈયાર છુ. મારા ઘરે પણ હવે શરણાઈઓ ગુંજે તેવી મારા પરિવારની ઇચ્છા છે જે હવે ટુંક સમયમાં જ પુરી થવાની છે. જ્યારે તેને તેના બોયફ્રેન્ડ અંગે પુછ્યુ ત્યારે કહ્યુ કે ઉતાવળા ન થાઓ સમય આવશે તે તમારી સામે આવી જ જશે.

કાજલને તેના પતિ અંગે પુછવામાં આવ્યું કે તારે કેવો પતિ જોઈએ છે તો કાજલે હસીને કહ્યુ કે તેનામાં ભરપુર ખુબીઓ હોવી જોઈએ. તે મારી કાળજી રાખતો હોય, મારી લાગણી સમજતો હોય અને ખાસ તો મને બીન શરતી પ્રેમ કરતો હોય. કાજલે વાત વાતમાં એવું પણ કહી દીધુ હતુ કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કોઈ સાથે લગ્વ કરવા નથી માંગતી આ વાત તે તરફ ઇશારો કરે છે હાલ આ અભિનેત્રી એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે.

એક રિપોર્ટ અનુસાર કાજલ એરેન્જ મેરેજ કરશે અને તેના માતા-પિતાની પસંદગીના છોકરા સાથે પ્રભુતામાં પગલા પાડશે. જો કે કાજલ ક્યારે કોની સાથે લગ્ન કરશે તે વાતની માત્ર ચર્ચાઓ છે કોની સાથે ક્યારે લગ્ન કરશે તે તો આવનારો સમય જ નક્કી કરશે.