ગાંધી-વાડ્રા પરિવાર સાથે બિગ બોસના આ નવા સ્પર્ધકને છે ખાસ કનેક્શન!

સલમાન ખાનનો શો બિગ બોસ 13 સતત ચર્ચામાં રહે છે. ક્યારેક સ્પર્ધકોના વિવાદોને કારણે તો ક્યારેક શોમાં આવેલા ટ્વિસ્ટના લીધે. જો કે, તાજેતરમાં શોમાં કેટલાક નવા ચહેરાઓ દાખલ થયા. તેમાંથી એક ચહેરો તેહસીન પૂનાવાલા છે, પરંતુ શું તમે જાણો છો કે ગાંધી અને વાડ્રા પરિવાર સાથે તહસીનનો સંબંધ છે. એક અહેવાલ મુજબ, 2016માં તેહસીન પૂનાવાલાએ મોનિકા વાડ્રા સાથે લગ્ન કર્યા. ઉલ્લેખનીય છે કે મોનિકા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની કઝીન છે. એ પ્રમાણે જોઈએ તો તેહસીન ગાંધી એ વાડ્રા પરિવારના દૂરના સબંધી ગણી શકાય.

તેની સાથે જ તે અહેવાલ મુજબ, કોંગ્રેસ પાર્ટી વતી તેહસીનના ભાઈ શેહજાદ રાજકારણમાં ખૂબ સક્રિય રહે છે. તેહસીન વિશે વાત કરીએ તો તે ટીવી હોસ્ટ, રાજકીય વિશ્લેષક, કટાર લેખક, એક ઉદ્યોગસાહસિક, સોસાયટી અને ફિટનેસ ફ્રીક છે. તેહસીનની પત્ની મોનિકા પણ જ્વેલરી બ્રાન્ડની માલિક છે. તે જ રીતે તેહસીન પણ પારિવારિક સંબંધોને કારણે કોંગ્રેસના સમર્થક છે. તો જુઓ તેના કેટલાક ફોટો…