ચર્ચામાં છવાયો છે જાહ્નવીનો બોલ્ડ લુક, વાયરલ છે શોર્ટ્સવાળા Photos

જાહ્નવીને બોલિવૂડમાં આવ્યે ભલે હજી વધારે સમય થયો ન હોય, પરંતુ કામ અને ક્યૂટનેસના કારણે લોકોનાં દિલ જીતી લીધાં છે. ફિલ્મ ધડકથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર જાહ્નવી બહુ જલદી ફિલ્મ ગુંજન સક્સેનામાં કામ કરતી જોવા મળશે. દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી તેની ફિટનેસનું બહુ ધ્યાન રાખે છે અને નિયમિત જિમ જાય છે. તેના જિમ લુકની તસવીરો પણ સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થાય છે.

જાહ્નવી તેના બોલ્ડ લુકના કારણે વારંવાર ચર્ચામાં છવાતી રહી છે, જાહ્નવી જ્યારે પણ જિમની બહાર દેખાય ત્યારે તેનાં કપડાં એકદમ બોલ્ડ હોય છે.વર્કફ્રંટની વાત કરવામાં આવે તો, જાહ્નવીની ઈશાન ખટ્ટર સાથેની પહેલી ફિલ્મ ધડક હતી, જે મરાઠી ફિલ્મ સૈરાટની હિંદી રીમેક હતી.

જાહ્નવી પહેલી ફિલ્મથી જ છવાઈ ગઈ હતી. જાહ્નવી પાસે અત્યારે ગુંજન સક્સેનાની બાયોપિક સિવાય કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’ પણ છે. જાહ્નવીએ ગુંજન સક્સેના માટે વજન વધાર્યું છે, આ માટે તેણે લગભગ 6-7 કિલો વજન વધાર્યું છે.