જમ્મુ કાશ્મીર: નજરબંધ નેતાઓ પર ચેતન ભગતે કર્યું એવું ટ્વીટ કે ગૌહર ખાન ભડકી

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ હાલત ધીમે-ધીમે સામાન્ય થઇ રહ્યા છે. મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય પર સોશિયલ મીડિયા પર સેલેબ્સ તેમના વિચાર રાખી રહ્યા છે હવે કાશ્મીરના મુદ્દા પર પ્રખ્યાત લેખક ચેતન ભગત અને અભિનેત્રી ગૌહર ખાનની વચ્ચે ટ્વિટર વૉર છેડાયું છે. ચેતન ભગતે તેમના ટ્વીટમાં જમ્મુ-કાશ્મીર નેતાઓને નજરબંધ કરવાના નિર્ણયના સપોર્ટ કર્યો છે. જેની પર ગૌહર ખાન ભડકી છે. ચેતન ભગતને ટ્વીટ કરી લખ્યું- ” ગણિતની સમસ્યા. જો કેટલાક લોક (કસ્ટડીમાં છેઃ=શાંતિ, જો કેટલાક લોકો (કસ્ટડીમાં નથી)= પથ્થરબાજી, અશાંતિ પણ વધારે છે જે તમને કેટલાક લોકો અંગે શુ જણાવે છે.

ચેતન ભગતે તે બાદ જમ્મુ કાશ્મીર પર અનેક ટ્વીટ કર્યા, જેમા તેમણે J&Kના આર્થિક હાલત સારા હોવા અને રોજગાર વધારવાની વાત કહી. ચેતન ભગતે એવું પણ લખ્યું J&Kમાં ઇન્ટરનેટ સુવિધાને બંધ કરવી દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ આ દરેક અપ્રિય ઘટનાઓને રોકવા માટે કરવામાં આવ્યું છે. એક ટ્વીટમાં ચેતન ભગતે લખ્યુ જો તમને ખરેખર જમ્મુ કાશ્મીરની ચિંતા છે તો જ્યારે પણ તમે કહો છો કાશ્મીરના લોકો કૃપા જમ્મુના લોકો અને લદ્દાકના લોકો કહે.

જ્યારે ગૌહર ખાનની વાત કરીએ તો આ પહેલા પણ ગૌહર કાશ્મીરઓની ચિંતામાં ટ્વીટ કરી ચૂકી છે. 12 ઓગસ્ટે ઇદના દિવસે ગૌહર ખાને કહ્યું હતું કે તે આ ઇદ પર ખુશ નથી. તેણે ટ્વીટમાં લખ્યું, જ્યારે કોઇ આપણા નજીકના લોકોથી એક અઠવાડિયાથી વધારે સમય સુધી વાત કરી શકતા નથી તેનો દર્દ સમજી શખે છે. શારીરિક, માનસિક, ભાવનાત્મક બેચેની! હું આ ઇદ પર દુખી છું. ખૂબ ખૂબ દુખી. દરેક રડતા દિલ માટે. બિલકુલ મારી જેમ. હું કાશ્મીરમાં મારા પ્રિયજનો માટે નહીં પરંતુ દરેક લોકો માટે પ્રાર્થના કરું છું.