જાણીતી વેબ સીરિઝ સિક્રેટ ગેમ્સ હવે નવા અવતારમાં, પાત્રો અને નામને લઈને સસ્પેન્સ

દર્શકોને ખુબજ પસંદ આવી હતી વેબ સિરીઝ સિક્રેડ ગેમ્સ, હવે સમાચાર આવી રહ્યા છે કે સિક્રેડ ગેમ્સ-2ને લઈને એક અઠવાડિયા પછી નેટફ્લિક્સની લોકપ્રિય વેબ સિરીઝ સિક્રેડ ગેમ્સ સીઝન-2ને લઈને મોટો ખુલાસો થવાનો છે. થોડા દિવસ પહેલાંજ નેટફ્લિક્સ ઇંડિયાએ ટ્વીટ કરીને એલાન કર્યુ હતુ કે 14 દિવસમાં કઇંક મોટું થવાનું છે. હવે 14 દિવસ પુરા થવા જઈ રહ્યા છે ત્યારે નેટફ્લિક્સે નવું ટ્વીટ કરીને દર્શકોની એક્સાઈટમેન્ટ વધારી દીધી છે.

નેટફ્લિક્સ ઈંડિયાએ ચાર તસવીરો સાથે ચાર નામ પણ શેર કર્યા છે. જેને સિક્રેડ ગેમ્સ 2ના ચાર એપિસોડ સાથે જોડવામાં આવી રહ્યા છે. નેટફ્લિક્સ ઇંડિયાએ બુધવારે એક ટ્વીટ કરીને કેપ્શનમાં લખ્યુ હતુ કે, ‘બોલો અહમ બ્રહ્માસ્મિ (Aham Brahmasmi). છ દિવસમાં બધુંજ દેખાવા લાગશે.’ શેર કરવામાં આવેલી ચારેય તસ્વીરોમાં મંડાલા ડિઝાઈનની સાથે ચાર નામનો ખુલાસો કરવામાં આવ્યો છે. જે Bidalah-a-Gita, Katham Asti, Antara Mahavana અને Unagamam છે.

શક્ય છે કે આ ચારેય નામ સિક્રેડ ગેમ્સની બીજી સીઝન સાથે જોડાયેલ છે. આપને જણાવી દઈએ કે સીઝન-1માં 8 એપિસોડ હતા. જેના પાત્રો હિંદૂ પૌરાણિક કથાઓ અને પાત્રોથી પ્રેરિત હતા. આ નામ અશ્વથામા, હલાહલ, અતાપી વતાપી, બ્રહ્મહત્યા, સારામા, પ્રેતકલ્પ, રૂદ્રા અને યયાતી છે.

ક્રાઈમ થ્રિલર બેસ્ડ વેબ સીરીઝ સિક્રેડ ગેમ્સના લવર્સનો ઉત્સાહ ચરમસીમા પર છે. પહેલી સીઝન પુરી થતાં પ્રશંસકોના મનમાં કેટલાક સવાલ ઉઠ્યા હતા. સિક્રેટ ગેમ્સ ફક્ત ભારતમાં જ નહી દુનિયાભરમાં જબરદસ્ત સફળ રહી હતી. સિક્રેડ ગેમ્સમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દિકી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા હતા. બંને કલાકારોની દમદાર એકિટંગથી દર્શકો ખુબજ પ્રભાવિત થયા છે. કુબરા સૈત જેવા કલાકારોને તો સીરિઝે ખુબજ લોકપ્રિય બનાવ્યા છે.

વેબ સિરીઝ સિક્રેડ ગેમ્સ વિક્રમ ચંદ્રાની નોવેલ પર આધારિત હતી. આ લોકપ્રિય વેબસિરિઝને અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણીએ મળીને ડિરેક્ટ કરી હતી.