જાણો અમદાવાદથી દિલ્હી વચ્ચે નવી ડેઇલી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે…

અમદાવાદ: એર એશિયા ઇન્ડિયા એરલાઇન્સે 20 ડિસેમ્બરથી નવી દિલ્હીથી અમદાવાદ માટે નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઇટ આઈ5 795 રોજ નવી દિલ્હીથી રાતે 9.30 વાગે ઊપડી 11.05 વાગે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી આ ફ્લાઇટ આઇ5 769 રાતે 11.35 વાગે ઊપડી મોડી રાતે 1.05 વાગે નવી દિલ્હી પહોંચશે.

મુંબઈથી ન્યૂયોર્ક માટે 24 ડિસેમ્બરથી નવી ફ્લાઇટ
આ ઉપરાંત ડેલ્ટા એરલાઇન્સે મુંબઈથી ન્યૂયોર્ક માટે 24 ડિસેમ્બરથી નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઈટમાં 30 હજાર ફૂટની ઊંચાઈએથી ફ્રી મોબાઇલ મેસેજ, આઈ મેસેજ, વ્હોટ્સએપ, ફેસબુક મેસેજ કરવા સહિતની સુવિધા ઉપલબ્ધ હશે.