જાણો આ અનોખું ક્રિસમસ ટ્રી, જે આપી છે એનો સંદેશ કે…

લિથુનીયાના એક વિમાની મથકે નાતાલ અને નવા વર્ષની રજાઓ માણવા આવતા પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઉભું કર્યું છે. પ્રવાસીઓને આવકારવા માટે એરપોર્ટ વહીવટીતંત્રએ એરપોર્ટ પર જપ્ત કરેલી વસ્તુઓમાંથી ક્રિસમસ ટ્રી તૈયાર કરી છે. એરપોર્ટ પ્રશાસને જણાવ્યું હતું કે પાટનગર વિલ્નિઅસ એરપોર્ટ પર નાતાલનું વૃક્ષ એ વસ્તુઓથી બનેલું છે જે ફ્લાઇટ દરમિયાન લઈ જવા પર પ્રતિબંધિત છે. સુરક્ષા તપાસ પ્રક્રિયા દરમિયાન અધિકારીઓ દ્વારા આ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

 

હવાઈ ​​મુસાફરી દરમિયાન જોખમી હોઈ શકે તેવી સેંકડો જોડી કાતર, છરીઓ, બોક્સ કટર, લાઇટર અને અન્ય સંભવિત હથિયારવાળી ઓબ્જેક્ટ્સ અને જ્વલનશીલ સામગ્રી સહીતની તમામ વસ્તુઓ સામેલ છે. આ ક્રિસમસ ટ્રીની તસવીરોમાં વિશેષ સંદેશ આપતા જોઈ શકાય છે.આ સાથે સાથે હવાઈમથક પર સંદેશો આપવામાં આવ્યો છે કે જો તમે ઈચ્છો છો કે હવેનાં વર્ષે તમને ક્રિસમસ ટ્રીમાં તમારી વસ્તુઓ નાં નજરે પડે તો પેકિંગ દરમ્યાન બેગ્સને ઘરમાં જે સારી રીતે ચકાસણી કરીને જે સામાન પેક કરવો જોઈએ.