જાણો આ અભિનેત્રીના લગ્ન થવાના જ હતા પણ દાવ થઈ ગયો, ઝહિર ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે…

ઝહિર ખાને 2017માં એક્ટ્રેસ સાગરિકા ઘાટગે સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ એક સમયે ઝહિર ખાન હીરોઈન ઈશા શરવાનીના પ્રેમમાં પડ્યો હતો. ઈશાનો હાલમાં જ 29 તારીખે જન્મદિવસ ગયો. સુભાષ ઘઈની મદદથી બોલિવુડમાં આવનારી ઈશા શરવાની અને ઝહિર ખાન વચ્ચે અફેર હતું. તેઓ લિવ-ઈન રિલેશનશીપમાં હતા. પરંતુ તેમનો આ પ્રેમ લગ્નના રૂપમાં પરિવર્તિત ન થઈ શક્યો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંનેની પહેલી મુલાકાત 2005માં થઈ હતી. એ વખતે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત આવી હતી. વિદાય સમારોહમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈશાએ ડાન્સ કર્યો હતો. ત્યારબાદ ધીમે-ધીમે પ્રેમ કહાનીની શરૂઆત થઈ.

મેચ દરમિયાન ઈશાને દર્શકો સાથે બેઠેલી અને ઝહિર માટે ચીયર કરતી જોવા મળતી. ઝહિરના સારા પ્રદર્શન પર ખુશીથી ચીસો પાડતી પણ કેમેરામાં કેદ થઈ ચૂકી છે. ઝહિર ખાન અને ઈશા શરવાની લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. 2011ના વર્લ્ડ કપ દરમિયાન એવી ચર્ચા હતી કે ઝહિર અને ઈશા લગ્ન કરી લેશે. પરંતુ બંનેના બ્રેકઅપે સૌને ચોંકાવી દીધા હતા. લગભગ 8 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ બ્રેકઅપ થતાં ઈશા દુઃખી થઈ હતી.