જાણો આ એક્ટ્રેસે મૉનોકનીમાં શેર કર્યો ફૉટો, કેવી રીતે ઘટાડ્યું વજન….

‘બિગ બૉસ-12’માં જોવા મળેલી નેહા પેંડસે પોતાની બૉલ્ડ તસવીરોનાં કારણે ચર્ચામાં છે. ફેટથી ફિટ થયેલી આ અભિનેત્રીએ મૉનોકનીમાં પોતાની તસવીરો શેર કરી છે. તે સ્વિમિંગ પૂલનાં કિનારે પિંક કલરની મૉનોકનીમાં પોઝ આપી રહી છે. જુની યાદો શેર કરતા તેણે પોતાના ટ્રાન્સફૉર્મેશનનો પણ ઉલ્લેખ કર્યો છે.

 

નેહાએ લખ્યું કે, ‘આ તસવીરમાં જે હું છું, હવે મે તેનાથી લગભગ 12 કિલો વજન ઓછું કર્યું છે. ચોંકાવનારું છે કે મને કર્વી સાઇઝ માટે વધારે કૉમ્પલિમેન્ટ મળ્યા છે. હું ગમે તે સાઇઝમાં હોઉ મને પોતાનાથી પ્રેમ છે. હવે ખુશ છું કારણ કે મે મારી મેડિકલ સમસ્યાઓથી છૂટકારો મેળવી લીધો છે. તમે દરકે સાઇઝમાં સુંદર છો, બસ એ વાતનું ધ્યાન રાખો કે તમે હેલ્દી છો.’

 

ઉલ્લેખનીય છે કે નેહા પેંડસે સ્મૉલ સ્ક્રીનની જાણીતી એક્ટ્રેસ છે. તે ઘણા ટીવી શૉમાં જોવા મળી ચુકી છે. એવા પણ સમાચાર છે કે નેહાએ સીરિયલ ‘May I Come In Madam’ પોતાના વધેલા વજનનાં કારણે છોડવી પડી હતી. નેહા પેંડસેએ પોલ ડાન્સ દ્વારા પોતાનો ઘણો વજન ઘટાડ્યો છે. હવે તે પરફેક્ટ બૉડી શેપમાં જોવા મળી રહી છે.