જાણો એનિવર્સરી પર રોમેન્ટિક થયો કિંગ ખાન ગૌરી સાથે શેર કર્યો ફોટો, લખ્યો ખાસ મેસેજ….

બોલિવૂડના કિંગ ખાન જે પણ કરે તેની ચર્ચા થવા લાગે છે જ. પોતાની ફિલ્મોથી કરોડો લોકોનું દિલ જીતનાર શાહરૂખ ખાન પડદા પર તો સફળ અભિનેતા છે જ સાથે સાથે તેના જીવનમાં પણ એક સફળ પતિ પણ છે. આજે શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન તેની 28મી એનિવર્સરી મનાવી રહ્યા છે.

આ ખાસ અવસર પર શાહરૂખ ખાને ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં ગૌરી ખાન અને શાહરૂખ ખાન બંને જોવા મળે છે. આ ફોટા સાથે શાહરૂખ ખાને એક મેસેજ લખ્યો છે. તેણે લખ્યું, હંમેશાં એવું લાગે છે કે કાલની જ વાત છે. લગભગ ત્રણ દશકા પૂરા થવા આવ્યા છે.

અને ત્રણ-ત્રણ સરસ મજાના બાળકો પણ છે. મેં જેટલી જ ખૂબસૂરત પરિયોની વાર્તા સાંભળી છે તે ઉપરાંત હું વિશ્વાસ કરું છું કે મને એટલી જ ખૂબસૂરત લાગી, જેટલી ખૂબસૂરત થઈ શકતી હતી. એનિવર્સરી પર શાહરૂખ ખાનની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.

ગૌરી ખાન પડદાની પાછળ કામ કરે છે, પરંતુ શાહરૂખ ખાનનો દરેક પગલાંમાં સાથ આપે છે. તેણે શાહરૂખ ખાનની કેટલીક હિટ ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. 2004માં મેં હૂ ના ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી મારી બાદ તેણે ઓમ શાંતિ ઓમ અને હેપ્પી ન્યૂ ઈયર જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી.