જાણો ગલી ગુલિયા ફિલ્મ માટે મનોજ બાજપેયીએ જીવ જોખમમાં મુક્યો હતો, પત્ની કેમ ડરી ગઈ…

અભિનેતા મનોજ બાજપેયીએ પોતાની આગામી ફિલ્મ ‘ગલી ગુલિયાં’માં બીમાર વ્યક્તિનું પાત્ર જીવંત કરવા માટે પોતાનું ઘણું વજન ઓછું કર્યું છે. તેમનું કહેવું છે કે આવું કરવું એ સ્વાસ્થ્ય માટે ઠીક નથી, પરંતુ તેમને કામ માટે આવા ખતરા લેવા એ એક ઝનૂન છે. દિપેશ જૈન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મનોજ બાજપેયી એક પાગલ વ્યક્તિનાં પાત્રમાં જોવા મળશે.

એક ઇન્ટરવ્યૂમાં મનોજે વજન ઓછું કરવાના પ્રશ્ન પર કહ્યું કે, “મારે ખાવા-પીવાનું ઘણું જ ધ્યાન રાખવું પડતુ હતુ. હું જે કરી રહ્યો હતો તે સ્વાસ્થ્ય માટે લાભદાયક નહતુ. શરીરમાંથી પ્રોટીન ખતમ થઈ જવું સ્વાસ્થ્ય માટે સારુ નથી. આ તમારા સ્વાસ્થ્યને હંમેશા માટે ખતમ કરી શકે છે.” મનોજ બાજપેયીએ કહ્યું કે તેઓ પોતાના કામને લઇને ઝનૂની છે.

 

તેમણે કહ્યું, “હું મારો ઘણો બધો વજન ઓછો કરીને બીમાર વ્યક્તિ જેવો દેખાવા ઇચ્છતો હતો. મારો વજન એટલો ઓછો થયો કે રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી થઈ ગઈ હતી. હું બીમાર થવા લાગ્યો હતો. ક્યારેક ક્યારેક તાવ અને હું એવો વ્યક્તિ નથી જેને સરળતાથી તાવ આવે. એ સમયે મારા પર ઈશ્વરીય કૃપા રહી હતી, પરંતુ એ દિવસોમાં હું ઘણીવાર બીમાર પડ્યો હતો.” વધુમાં તેમણે કહ્યું, “મારું ઘરમાં એકલું-એકલું વાત કરવું સામાન્ય થઈ ગયું હતુ. મારી પત્ની આશ્ચર્યચકિત રહેતી હતી કે હું શું બબડી રહ્યો છું. તે મને પુછતી રહેતી કે, શું તમે કંઇ કહ્યું? શું તમે પોતાનાથી જ વાત કરી રહ્યા છો? આ સારા લક્ષણો નથી. કૃપા કરીને તમારું ધ્યાન રાખો.” ઉલ્લેખનીય છે કે મનોજ બાજપેયીની ‘ગલી ગુલિયાં’ ફિલ્મ 7 સપ્ટેમ્બરથી રીલીઝ થઇ રહી છે.