જાણો ઘરમાં ભાઈ આવ્યો પછી મારી કેમ વેલ્યૂ ઘટી ગઈ, આ હોટ અભિનેત્રીએ બતાવ્યું કારણ…

દક્ષિણ ભારતના ફિલ્મોદ્યોગમાં રકુલ પ્રીત સિંહ ખાસ્સી લોકપ્રિય છે. પણ હાલના તબક્કે તેના હાથમાં જે બોલિવૂડ ફિલ્મો છે તેના પરથી એમ લાગે છે કે અભિનેત્રી હિન્દી ફિલ્મોમાં પણ લાંબી મજલ કાપશે. તેણે એક ઈન્ટરવ્યૂમાં ઘર વિશે વાત કરી હતી, કહ્યું કે, હા એ સાચી વાત છે કે અસલમાં મને એક્ટર બનાવવામાં મારી માનો મોટો હાથ છે. મારી માતાએ મને પુરો સપોર્ટ કર્યો. જ્યારે હું નાની હતી તો પાપ્પા પાસે બહુ વસ્તુ માંગ્યા કરતી.

 

આગળ વાત કરી કે, પછી મારો ભાઈ આવ્યો. લોકોનું બધું ધ્યાન તેના તરફ જતું રહ્યું અને મને એ સહેજ પણ ન ગમ્યું. હું મારા ભાઈને ખુબ પરેશાન કરતી. મારી માએ જ મને એક્ટિંગ કરવા માટે પ્રેરિત કરી. પહેલા મને મારી માતાની વાત પર ભરોષો નહોતો. હું વિચારતી કે મા તો એમનેમ બોલે છે.

 

‘મરજાવાં’ માં રકુલ તેના ‘અય્યારી’ ના સહકલાકાર સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી. તે એનટીઆરની બાયોપિકમાં શ્રીદેવીનો રોલ કરી રહી છે. રકુલને જે પ્રકારનું કામ અને જે સિધ્ધિ પ્રાપ્ત થઈ રહી છે તેનાથી તેના આત્મવિશ્વાસમાં વૃધ્ધિ થઈ છે. જોકે તે કહે છે કે મારી સિધ્ધિઓ મારા માટે નહીં, બલ્કે મારા ચાહકો માટે છે. તો જુઓ રકુલના કેટલાક ફોટો…