જાણો તમિલનાડુમાં જન્મદિવસ ઉજવીને પાછી આવતી કિશોરી સાથે 6 યુવકોએ દુષ્કર્મ કર્યો, 4ની ધરપકડ..

કોયબંતૂરઃ દેશમાં દુષ્કર્મની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી. તેલંગાણામાં મહિલા ડોક્ટર સાથે સામુહિક દુષ્કર્મના ઠીક એક દિવસ બાદ જ (26 નવેમ્બરે)કોયંબતૂરમાં 11માં ધોરણમાં અભ્યાસ કરતી કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. પોલીસે આ મામલામાં 4 લોકોની ધરુપકડ કરી છે. તમામ આરોપી 22થી 25 વર્ષના છે. કિશોરી 26 નવેમ્બરે તેના ઘરે જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે નીકળી હતી. કોયંબતૂરના સીરાનાયકનપાલ્યમ વિસ્તારમાં આવેલા પાર્કમાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો. જ્યારે તે તેના એક મિત્ર સાથે પાછી આવી રહી હતી, ત્યારે 6 લોકોએ તેને ઘેરી લીધી હતી. પહેલા કિશોરીની મિત્ર સાથે મારઝુડ કરી ત્યારબાદ સુમસાન સ્થળે લઈ જઈને કિશોરી સાથે દુષ્કર્મ આર્ચયું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ પીડિતનો વિડીયો પણ બનાવ્યો હતો. તેઓ વીડિયો દ્વારા તેને બ્લેકમેઈલ કરીને ફરિયાદ કરવા માટે રોકવા માંગતા હતા. તેમ છતા કિશોરીએ ઘરે આવીને તેની માતાને આખી ઘટના જણાવી હતી. પરિવારે ફરિયાદ નોંધાવી હતી. ચારેય આરોપીઓને પ્રોટેક્શન ઓફ ફ્રોમ સેક્શુઅલ ઓફેન્સેસ (પોસ્કો એક્ટ)હેઠળ ધરપકડ કરાઈ છે. તેની ઓળખાણ કાર્તિકેયન, રાહુલ, પ્રકાશ અને નારાયણમૂર્તિ તરીકે કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને મહિલા કોર્ટમાં રજુ કર્યા, જ્યાંથી તેમને કોયંબતૂર સેન્ટ્રલ જેલ મોકલી દેવાયા છે. અત્યાર પણ બે મુખ્ય આરોપીઓ ફરાર છે, જેમની તપાસ ચાલી રહી છે. કોયબંતૂર સિટી પોલીસે તેમને ધરપકડ કરવા માટે બે વિશેષ ટીમ બનાવી છે.