જાણો દરરોજ 1 કપ કોફી કિડની ટ્રાન્સપ્લાન્ટથી બચાવશે, કિડનીને હેલ્ધી રાખશે….

આજકાલ કોફી લોકોની આદત બની ગઈ છે. આ જ કારણ છે કે કોફી વિશ્વમાં સૌથી વધુ પીવામાં આવતું પીણું બન્યું છે. જો કોફી મર્યાદિત માત્રામાં અને જરૂરિયાત મુજબ પીવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને અનેક લાભ થઈ શકે છે. કોફી પીવાના ફાયદાઓની સૂચિમાં એક નવો ફાયદો ઉમેરવામાં આવ્યો છે, જે તાજેતરના સંશોધનમાં બહાર આવ્યો છે.

તાજેતરમાં એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોફી પીવાથી કિડની ફંક્શનમાં સુધારો થાય છે. આ રિસર્ચ અમેરિકન જર્નલ ઓફ કિડની ડિસીઝમાં પબ્લિશ થયું છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, ક્રોનિક કિડની ડિસીઝ (CKD) એક એવી સ્થિતિ છે, જેમાં કિડનીનું વેસ્ટ ફિલ્ટર કરવાની ક્ષમતા ઓછી હોય છે અને કિડની ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. જો સમયસર આ સમસ્યાનું સમાધાન કરવામાં ન આવે તો કિડની ફેલ થવાનું જોખમ ઘણું વધી જાય છે. જેની સારવાર રૂપે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટની સારવાર જેટલી અઘરી છે તેનો ખર્ચ પણ એટલો જ મોંઘો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કિડની ફેલ ડાયાબિટીઝ અને હાઇપરટેન્શનને કારણે થાય છે, જ્યારે કે તેના અનેક ક્રોનિક કારણો હોય છે. આ ગ્લોબલ લેવલે અનેક અન્ય જીવલેણ રોગો વધવા તરફ સંકેત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ (GBD) 2015ના અભ્યાસ અનુસાર, 10.2 લાખ લોકોના મૃત્યુ અને 1.90 કરોડ લાઇફ ડિસેબિલિટી ડિસીઝનું કારણ અનેક કારણોસર થયેલા કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ છે.

જીનોમ વાઇડ અસોસિએશન સ્ટડી (GWAS) સાથે સંકળાયેલ ઓલિવર જે. કેનેડી અને ટીમ દ્વારા કોફીના વપરાશની અસર કિડની પર શું થઈ તે તપાસવામાં આવ્યું. આ સંશોધન માટે સંશોધકોએ યુકેની બાયબેંકના બેઝલાઇન ડેટાનો ઉપયોગ કર્યો. આ ડેટા માટે 2,27,666 દર્દીઓની વિગતો લેવામાં આવી હતી. આ સંશોધનમાં બહાર આવ્યું કે જે લોકો દરરોજ એક કપ કોફીનું સેવન કરે છે તેમની CKD એટલે કે ક્રોનિક કિડની રોગ થવાની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. કારણ કે કોફી કિડનીની કામગીરીની ક્ષમતા વધારે છે અને કિડનીનું આરોગ્ય જાળવે છે.